કોરોના મહામારીના લોકડાઉન દરમિયાન પરપ્રાંતિય મજૂરોના મસીહા બનેલા સોનુ સૂદે ટ્વીટર પર જાહેરાત કરી છે કે ‘આઈ એમ નો મસીહા. નામનું તેનું પુસ્તક ડિસેમ્બરમાં પ્રકાશિત થશે. આ આત્મકથામાં સોનુ સુદને લોકોની મદદ કરવામાં જે પણ મુશ્કેલીઓ આવી તેની વાત કરવામાં આવી છે.

આ પુસ્તક હિંદી તથા અંગ્રેજી હશે. સોનુએ સોશિયલ મીડિયામાં બુક કવર તથા અન્ય માહિતી આપી છે. તેણે કહ્યું હતું, ‘આઈ એમ નો મસીહા’, ડિસેમ્બરમાં આવશે. આ મારા જીવનની વાત છે. આ સાથે જ તે હજારો પ્રવાસી શ્રમિકોની પણ.’ આ પુસ્તકને પેંગ્વિન ઈન્ડિયા પબ્લિશ કરશે. આ પુસ્તકના કવર સોનુ સૂદ તથા મીરા કે ઐય્યર એમ બે નામ લખવામાં આવ્યા છે.

સોનુએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું, લોકો ઘણાં જ દયાળુ છે અને તેઓ મને મસીહા કહે છે. પણ હું મસીહા નથી. મારું મન કહે એ જ હું કરું છું. એક વ્યક્તિ હોવાને નાતે એકબીજાની મદદ કરવી આપણી જવાબદારી છે. હું ભગવાનનો આભારી છું કે તેમણે મને પ્રવાસીઓની મદદ કરવા માટે પસંદ કર્યો હતો.