પ્રતિક તસવીર REUTERS/Amit Dave

સ્પેનમાં અત્યંત ભીષણ ગરમી અને ઊંચા તાપમાને ભારે ખાનાખરાબી સર્જી છે. સ્પેનના પર્યાવરણ મંત્રાલયના અનુસાર વધુ પડતા તાપમાનને કારણે સ્પેનમાં છેલ્લા બે મહિના દરમિયાન 1,180 લોકોના મોત થયા છે જે ગત વર્ષના આ સમયગાળાની તુલનામાં ઘણો વધારે ઊંચો આંકડો છે. મૃત્યુ પામેલા લોકોમાં મોટાભાગના લોકો 65 કે તેનાથી વધારેની વયના હતા અને તેમાં અડધો અડધ મહિલાઓ હતી.

સ્પેનમાં ભીષણ ગરમીથી સૌથી વધારે પ્રભાવિત વિસ્તારોમાં ગાલિસિયા, લા રીઓજા, ઓસ્ટુરિયાસ ને કેન્ટાબ્રિયા હતા. આ તમામ વિસ્તારો ઉત્તર સ્પેનમાં છે જ્યાં પરંપરાગત રીતે જ તાજેતરના વર્ષોમાં ઉનાળુ તાપમાનમાં વધારો થતો રહ્યો છે. પશ્ચિમ યુરોપના અન્ય દેશોની જેમ જ સ્પેનમાં પણ તાજેતરના સપ્તાહોમાં ભીષણ ગરમીનો પ્રકોપ નોંધાયો હતો. અહીં પારો 40 ડિગ્રીથી ઉંચો ગયો હતો.

સ્પેનના પર્યાવરણ મંત્રાલયે કાર્લોસ III હેલ્થ ઇન્સ્ટીટ્યૂટના ડેટાને ટાંકીને જણાવ્યું હતું કે 16 મે થી 13 જુલાઇ વચ્ચે સ્પેનમાં ગરમી અને ગરમી સાથે સંબંધિત ઘટનાઓને કારણે કુલ 1,180 લોકોના મોત થયા હતા. 2024માં આ સમયગાળા દરમિયાન દેશમાં 70 લોકોના મોત થયા હતા. જુલાઇના  પહેલા અઠવાડિયામાં મોતની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો.

મંત્રાલયના જણાવ્યા અનુસાર, ડેટા અસાધારણ તીવ્રતાની ઘટના દર્શાવે છે, જે સરેરાશ તાપમાનમાં અભૂતપૂર્વ વધારો અને ગરમીના મોજાને કારણે મૃત્યુદરમાં નોંધપાત્ર વધારો દર્શાવે છે”.

LEAVE A REPLY