Bollywood Badshah is a great artist

બોલિવૂડના બાદશાહ શાહરુખ ખાનનો આજે 56મો જન્મ દિન છે. આ પ્રસંગે મુંબઇસ્થિત તેનો બંગલો ‘મન્નત’ રોશનીથી ઝળહળી રહ્યો છે. શાહરુખની એક ઝલક મેળવવા માટે રાતથી જ ચાહકો ‘મન્નત’ની બહાર પહોંચી ગયા હતા. શાહરૂખ ખાન પણ તેના ચાહકોને નિરાશ કરતો નથી અને દર વર્ષે મન્નતમાંથી બહાર આવે છે અને તમામ ચાહકોનું અભિવાદન ઝીલે છે. બોલિવૂડમાંથી માધુરી દીક્ષિત, કરણ જોહર, મલાઇકા અરોરા સહિતના અનેક ફિલ્મકારોએ પણ શાહરુખને જન્મ દિનની શુભકામનાઓ પાઠવી છે.