
વડાપ્રધાન કેર સ્ટાર્મર આવતા મહિને ભારતની મુલાકાતે જવાના છે અને તેમના આ પ્રવાસના એજન્ડામાં મુખ્ય ફોકસ ભારત – બ્રિટન ટેક પાર્ટનરશિપ રહેશે એમ સત્તાવાર સૂત્રોએ આજે લંડનમાં જણાવ્યું હતું. મુંબઈમાં યોજાનારા ગ્લોબલ ફિન્ટેક ફેસ્ટ (જીએફએફ) 2025માં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સ્ટાર્મર પણ ભાગ લેવાના છે.
મુંબઈમાં જિઓ વર્લ્ડ સેન્ટર ખાતે ઓક્ટોબર 7 થી 9 દરમિયાન આ જીએફએફ 2025નું આયોજન પેમેન્ટ્સ કાઉન્સીલ ઓફ ઈન્ડિયા, નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા અને ફિન્ટેક કન્વર્જન્સ કાઉન્સિલ દ્વારા કરાઈ રહ્યું છે.
સ્ટાર્મર મુંબઈ ઉપરાંત બેંગલુરૂની પણ મુલાકાત લે તેવી શક્યતા દર્શાવાઈ છે.
