(ANI Photo)

હરિયાણાના ગુરુગ્રામ નજીકના નૂહ જિલ્લામાં સોમવારે વિશ્વહિન્દુ પરિષદની ભગવા યાત્રા પર મુસ્લિમોએ પથ્થરમારો કરતાં વ્યાપક હિંસા ફાટી નીકળી હતી અને અનેક વાહનોને આગ ચાંપવામાં આવી હતી. આ હિસ્સામાં આશરે 20 લોકો ઘાયલ થયા હતા. એક વ્યક્તિ પર ફાયરિંગ થયું હતું. પોલીસે તોફાનીની વેરખી નાંખવા માટે ટીયર ગેસના શેલ છોડ્યા હતા અને હવામાં ફાયરિંગ કર્યું હતું. પોલીસે વધારાના દળોને તૈનાત કર્યા હતા. આ વિસ્તારમાં ઇન્ટરનેટ બંધ કરાયું હતું અને ટોળાને એકઠા થવા પર પ્રતિબંધ મૂકાયો હતો.

વ્યાપક હિંસાને પગલે મહિલાઓ અને બાળકો સહિત આશરે 2,500 લોકોએ એક મંદિરમાં આશ્રય લેવો પડ્યો હતો. હિંસા વધી જતાં ટોળા દ્વારા સરકારી અને ખાનગી વાહનોને નિશાન બનાવવામાં આવ્યા હતા. ભગવા યાત્રા જિલ્લાના નલ્હાડ મહાદેવ મંદિરથી નીકળીને ઝંડા પાર્ક પહોંચી ત્યારે મુસ્લિમોના ટોળાએ પથ્થરમારો શરૂ કર્યો હતો. આ પછી હિન્દુવાદી સંગઠનોના લોકો પણ ઉશ્કેરાયા અને જવાબમાં પથ્થરમારો કરવામાં આવ્યો. આ હિંસા એટલી વ્યાપક હતી કે પોલીસકર્મીઓ ઓછા પડતા જોવા મળ્યા હતા. પોલીસ થોડા સમય માટે પીછેહઠ કરી હતી અને થોડા સમય બાદ મોટી સંખ્યામાં ફોર્સ તૈનાત કરવામાં આવી હતી.

LEAVE A REPLY

15 + 10 =