પ્રતિકાત્મક તસવીર (istockphoto)

અમેરિકાની કોંગ્રેસે શનિવારે છેલ્લી ઘડીએ સરકારના ખર્ચના બિલને મંજૂરી આપતા વિશ્વની મહાસત્તામાં શટડાઉન ટળ્યું હતું. સંસદે 45 દિવસ માટે કામચલાઉ ધોરણે સરકારના ખર્ચને મંજૂરી આપી હતી. જોકે ડીલમાં યુદ્ધગ્રસ્ત યુક્રેન માટેની સહાયને બાકાત રાખવામાં આવી છે.

શનિવારની મધ્યરાત્રિની સમયમર્યાદાના ત્રણ કલાક પહેલાં સેનેટે મધ્ય નવેમ્બર સુધીના સરકારના ખર્ચને મંજૂરી આપી હતી. હાઉસ સ્પીકર કેવિન મેકકાર્થી દ્વારા છેલ્લું “કંટીયુનિંગ રિઝોલ્યુશન” રજૂ કરવામાં આવ્યું હતું.

શનિવારના બિલમાં ફેડરલ ખર્ચને વર્તમાન સ્તરે રાખવામાં આવ્યો હતો. હાઉસ ડેમોક્રેટિક નેતા હકીમ જેફ્રીસે જણાવ્યું હતું કે નીચલા ગૃહે કટ્ટર જમણેરી સભ્યો સમક્ષ સંપૂર્ણ શરણાગતિ સ્વીકારી હતી. જોકે આ ડીલથી પરંતુ મેકકાર્થીને મોટી કિંમત ચુકવવી પડે તેવી શક્યતા છે, કારણ કે 21 જમણેરી રિપબ્લિકન્સે ધમકી આપી હતી કે ડેમોક્રેટના સપોર્ટ સાથે સ્પોટગેપ બિલને પસાર કરવામાં આવે તો તેઓ સ્પીકરને દૂર કરશે.

સરકારના ખર્ચના બિલને મંજૂરી માટે સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે શનિવાર સુધી કોઇ સમજૂતી થઈ ન હતી. વિપક્ષ રિપબ્લિકન પાર્ટીના કેટલાંક કટ્ટર જમણેરી સભ્યોએ આકરું વલણ અપનાવીને ખર્ચમાં તીવ્ર ઘટાડો કરવાની અને સરહદ સુરક્ષા માટે આકરા પગલાં લેવાની માગણી કરી છે, જેને ડેમોક્રેટ્સ અને વ્હાઇટ હાઉસે ખૂબ આત્યંતિક ગણાવી ગણાવીને નકારી કાઢી છે.

ડેમોક્રેટ્સ અને રિપબ્લિકન બંને સમર્થન સાથે એક પેકેજે આગળ વધારવા માટે સેનેટનું શનિવારે વિશેષ સેશન યોજાયું હતું. આ પેકેજમાં 17 નવેમ્બર સુધીના સરકારના ખર્ચ પૂરતું સીમિત છે.

LEAVE A REPLY

9 + 13 =