પ્રતિક તસવીર (Photo by Oli SCARFF / AFP) (Photo by OLI SCARFF/AFP via Getty Images)

સમગ્ર યુકેમાં સ્ટોર્મ બાબેટે હાહાકાર મચાવતા યુકેમાં મૃત્યુઆંક વધીને ઓછામાં ઓછો સાત થયો હોવાનું માનવામાં આવે છે. બીજી તરફ ઈંગ્લેન્ડના પૂરગ્રસ્ત ભાગો માટે મેટ ઓફિસ દ્વારા વરસાદની ચેતવણી જારી કરવામાં આવી હતી. ઇંગ્લેન્ડમાં લગભગ 1,250 ઘરો પહેલેથી જ પ્રભાવિત થયા છે અને અંદાજિત 30,000 મિલકતોને પૂર સંરક્ષણની જરૂર છે. પર્યાવરણ એજન્સીએ મિડલેન્ડ્સ અને ઈંગ્લેન્ડના ઉત્તરના ભાગોમાં વ્યાપક પૂરની સંભાવના હોવાની ચેતવણી આપી છે.

બીબીસી વેધરના સાઇમન કિંગે જણાવ્યું હતું કે સ્ટોર્મ બેબેટના કારણે આવેલ “અસાધારણ વરસાદ”થી પૂર અને નદીના ઊંચા સ્તર સમસ્યાઓનું કારણ બની રહ્યા છે. નોટિંગહામશાયર, ડર્બીશાયર અને લિંકનશાયરના ભાગોમાં પૂરનું જોખમ ઊંચું રહ્યું છે.

નોટિંગહામશાયર કાઉન્ટી કાઉન્સિલે રેટફોર્ડના લોકોને જણાવ્યું કે ઈડલ નદીના પાણીના ઊંચા સ્તરના કારણે તેમના પર જોખમ છે. તો સમગ્ર યોર્કશાયર અને ઇસ્ટ મિડલેન્ડ્સમાં વરસાદની યલો વોર્નીંગ અપાઇ હતી.  પર્યાવરણ એજન્સીએ જણાવ્યું હતું કે ઇંગ્લેન્ડમાં બુધવાર સુધી પૂર આવી શકે છે.

યોર્કશાયર અને હમ્બર અને ઈસ્ટ મિડલેન્ડ્સમાં અસંખ્ય નદીઓએ વિકેન્ડ દરમિયાન કાંઠા તૂટ્યા હતા. આગામી દિવસોમાં સેવરન નદીના અસંખ્ય સ્પોટ્સ પર અસર થવાની ધારણા છે.

રેટફોર્ડ, નોટિંગહામશાયરમાં ઈડલ નદી પાસેના લેઝર સેન્ટર અને ડઝનેક ઘરો ખાલી કરાવાયા હતા તથા મુખ્ય રસ્તાઓ બંધ કરવાયા હતા.

સોમવારે, સ્કોટિશ ફર્સ્ટ મિનિસ્ટર હુમઝા યુસફે એંગસમાં બ્રેચીનની મુલાકાત લીધી હતી.  સાઉથ એસ્ક નદીના કાંઠા ફાટતાં ડઝનેક ઘરોમાં પૂર આવ્યું હતું. તેમણે એક મહિના કરતાં વધુ વરસાદ સાથે પૂરને “અભૂતપૂર્વ” ગણાવી સરકારી રાહત અંગે બાંહેધરી આપી હતી.

LEAVE A REPLY

5 × 5 =