પ્રતિકાત્મક તસવીર (istockphoto)

મિલેટ માટે વૈશ્વિક ધોરણો વિકસાવવા માટેની ભારતની દરખાસ્તને યુએને રચેલી અગ્રણી આંતરરાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અને ગુણવત્તાના ધોરણ નિર્ધારણ કરતી એજન્સીના સભ્યોએ સમર્થન આપ્યું છે.

કોડેક્સ એલિમેન્ટેરિયસ કમિશન (CAC) નામની આ એજન્સીએ રોમમાં આયોજિત તેના 46મા સેશન દરમિયાન મિલેટ્સ પરના ભારતના ધોરણોની પણ પ્રશંસા કરી હતી. ભારતે 15 પ્રકારના મિલેટ્સ માટે એક વ્યાપક ગ્રૂપ સ્ટાન્ડર્ડ નિર્ધારિત કર્યાં છે. તેમાં ગુણવત્તાના આઠ પરિમાણોનો સમાવેશ કરાયો છે. ભારતની આ પહેલની પણ આંતરરાષ્ટ્રીય મીટમાં જોરદાર પ્રશંસા થઈ હતી. CAC આંતરરાષ્ટ્રીય ફૂડ સેફ્ટી અને ક્વોલિટી નિર્ધારિત કરતી સંસ્થા છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) અને સંયુક્ત રાષ્ટ્રના ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન (FAO)એ તેની રચના કરી હતી.

LEAVE A REPLY

3 − one =