જાણીતાં લેખિકા સુધા મૂર્તિને રાજ્યસભાના સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને આ અંગેની માહિતી આપી હતી. સુધા મૂર્તિને 2006માં સામાજિક કાર્ય માટે ભારતનો ચોથો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો હતો. પછી 2023માં તેમને ત્રીજા સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ ભૂષણથી પણ સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

જાણીતી આઇટી કંપની- ઇન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિનાં પત્ની સુધા મૂર્તિની નિમણૂક અંગે વડાપ્રધાને સોશિયલ મીડિયામાં જણાવ્યું હતું કે, મને ખુશી છે કે ભારતનાં રાષ્ટ્રપતિએ સુધા મૂર્તિજીનું રાજ્યસભા માટે નામાંકન કર્યું છે. સામાજિક કાર્ય, પરોપકાર અને શિક્ષણ સહિતનાં વિવિધ ક્ષેત્રોમાં સુધાજીનું યોગદાન અજોડ અને પ્રેરણાદાયી છે. રાજ્યસભામાં તેમની હાજરી એ એક પ્રમાણપત્ર છે આપણી ‘મહિલા શક્તિ’ માટે.’ આપણા દેશની નિયતિ ઘડવામાં મહિલાઓની શક્તિ અને ક્ષમતાનો એક શક્તિશાળી પ્રમાણપત્ર છે. હું તેમના સફળ સંસદીય કાર્યકાળની શુભેચ્છા પાઠવું છું.

સુધા મૂર્તિ કન્નડ અને અંગ્રેજી સાહિત્યમાં તેમના યોગદાન માટે જાણીતાં છે. લેખિકા હોવા ઉપરાંત તે એક શિક્ષક અને સામાજિક કાર્યકર પણ છે. સુધા મૂર્તિ ઇન્ફોસિસ ફાઉન્ડેશનનાં ભૂતપૂર્વ ચેરપર્સન પણ રહી ચૂક્યા છે. તેમને એક પુત્રી અક્ષરા મૂર્તિ છે જે બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકનાં પત્ની છે. સુધા મૂર્તિના પુત્રનું નામ રોહન મૂર્તિ છે.

LEAVE A REPLY

13 + twenty =