જીવનની તકો લંબાવવા ક્લિનિકલ ટ્રાયલ્સ માટે વિદેશ પ્રવાસની મંજૂરી માગવા નેશનલ હેલ્થ સર્વિસ (NHS) ટ્રસ્ટ સાથે કાનૂની લડાઈ કરનાર અને માઇટોકોન્ડ્રીયલ ડિસઓર્ડર નામના દુર્લભ રોગથી પીડાતી તથા ગયા અઠવાડિયે કાર્ડિયાક અરેસ્ટને કારણે મૃત્યુ પામનાર કિશોરીનું નામ સુદીક્ષા થિરુમલેશ હોવાનું કોર્ટે દ્વારા જાહેર કરાયું છે.

સુદીક્ષા થિરુમલેશના પરિવારે શુક્રવારે કોર્ટ ઓફ પ્રોટેક્શન ઓર્ડરની માંગ કરી પ્રથમ વખત તેણીનું નામ જાહેર કરવાની મંજૂરી આપી હતી.

લંડનમાં રોયલ કોર્ટ ઓફ જસ્ટિસની બહાર માતાપિતા તિરુમલેશ ચેલામલ હેમાચંદ્રન અને રેવતી મલેશ થિરુમલેશ સાથે સુદિક્ષાના ભાઇ ચેલામલ થિરુમલેશે એક નિવેદન વાંચતા કહ્યું હતું કે “એક વર્ષના સંઘર્ષ અને હૃદયની વેદના પછી, આખરે અમે અમારી સુંદર પુત્રી અને બહેનનું નામ ડર્યા વિના જાહેરમાં કહી શકીએ છીએ, તે છે સુદીક્ષા થિરુમલેશ છે. અમારા દુઃખ અને સતત આઘાત હોવા છતાં કહીએ છીએ કે આજે અમારા દિલને શાંતિ છે. અમે આજે સુદીક્ષા માટે અને તેના જેવી પરિસ્થિતિમાં જીવતા અન્ય લોકો માટે ન્યાય માંગીએ છીએ, બદલો નહિ.’’

કોર્ટના અહેવાલો અનુસાર, સુદીક્ષા લડવા માટે મક્કમ હતી અને સક્ષમ બનવા માંગતી હતી. ક્લિનિકલ ટ્રાયલ્સ માટે નોર્થ અમેરિકા અથવા કેનેડા જવા માટે ઉડાન ભરી હતી. પરંતુ, કિશોરીના શ્રેષ્ઠ હિતમાં શું હતું તે અંગે પરિવાર અને તેની સંભાળ રાખતા તબીબી નિષ્ણાતો વચ્ચે મતભેદો હતા.

યુકેના મીડિયા અહેવાલો અનુસાર, સુદીક્ષાનો પરિવાર અગાઉના ચુકાદા સામે અપીલ લાવવાની યોજના બનાવી રહ્યો છે.

NHS ટ્રસ્ટ અને સુદીક્ષાની સારવાર કરનારા ચિકિત્સકોના નામ આપી શકાય કે કેમ તે અંગે કોર્ટ સોમવારે ચુકાદો આપે તેવી અપેક્ષા છે. પરિવારનું કહેવું છે કે તેઓ તેમની વાર્તા ખુલ્લેઆમ કહીને સમાન પરિસ્થિતિમાં અન્ય લોકોને મદદ કરવા માંગે છે.

LEAVE A REPLY

sixteen − twelve =