• ગુજરાતી આર્ય એસોસિએશન દ્વારા સીનીયર સીટીઝન ક્લબ (એસસીસી) દ્વારા મંગળવાર 3-10-23ના રોજ 12 કલાકે કેન્ટન હોલ, વુડકોક હિલ, હેરો HA3 0PQ ખાતે ઓપન ફોરમ અને ચિટ ચેટ તથા શાકાહારી ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમને શ્રીમતી સુમિત્રાબેન પરભુભાઈ ચૌહાણના 93મા જન્મદિવસની ઉજવણીમાં શ્રી પરભુભાઈ ભાણાભાઈ ચૌહાણ દ્વારા સ્પોન્સર કરવામાં આવ્યો છે. સંપર્ક: જયંતિ ચૌહાણ 07701 090 712.
  • લોહાણા મહિલા મંડળ, લેસ્ટર દ્વારા શ્રાદ્ધ ભજનનું આયોજન શનિવાર 7-10-23ના રોજ બપોરે 3 થી 6 દરમિયાન ટિલ્ડા હોલ, શ્રી લોહાણા મહાજન લેસ્ટર, હિલ્ડયાર્ડ રોડ LE4 5GG ખાતે કરવામા આવ્યું છે. શિવકિન્નર ગ્રુપના શૈલેષ રાજા અને વાંસળી પર રોબિન ક્રિશ્ચિયન ભજનો કજૂ કરશે. પોતાના પરિવારજનોના ફોટો 30મી સપ્ટેમ્બર 2023 સુધીમાં બુક કરાવવા વિનંતી છે. કાર્યક્રમને ઝૂમ આઈડી: 674 204 2385 ઉપર પાસકોડ: LohanaLeic દ્વારા જોઇ શકાશે. સંપર્ક: નીતા હિંડોચા – 07957 191144.
  • શ્રી લોહાણા મહાજન લેસ્ટર અને શ્રી રામ મંદિર દ્વારા માસિક જલારામ ભજન – જલારામ પ્રસાદી કાર્યક્રમનું આયોજન 1-10-23 રવિવારના રોજ સવારે 10.30 થી બપોરે 1.30 સુધી શ્રી લોહાણા મહાજન લેસ્ટર, હિલ્ડયાર્ડ રોડ LE4 5GG ખાતે કરાયું છે. ગુરુ ભજન મંડળ દ્વારા ભજનો થશે. ફેસબુક પેજ પર લાઈવ જોવા માટે lohana પેજ જોવા વિનંતી. પ્રસાદીના સ્પોન્સર અતુલ રૂપારેલીયા અને રૂપારેલીયા પરિવાર છે.
  • શ્રી વલ્લભનિધી યુકે – શ્રી સનાતન હિન્દુ મંદિર દ્વારા ધ ગ્રેટ પ્લેબેક સિંગર, કમ્પોઝર, મ્યુઝિક ડિરેક્ટર શ્રી આલાપ દેસાઈના ગીતસંગીત કાર્યક્રમનું આયોજન ડીનર સાથે શનિવાર, 7-10-23ના રોજ સાંજે 6થી 10 સુધી શ્રી સનાતન હિંદુ મંદિર, રમણભાઈ ગોકલ હોલ ઈલીંગ રોડ, HAO 4TA ખાતે કરવામાં આવ્યું છે. સંપર્ક: એડમિન ઓફિસ: 0208 903 7737 અને નેહા ઠક્કર 07956 575 811.

LEAVE A REPLY