પ્રતિકાત્મક તસવીર (istockphoto)

NCRBના અહેવાલ મુજબ દેશમાં 2020માં આશરે 1.5 લાખ લોકોએ આપઘાત કર્યો હતો, આમ દરરરોજ સરેરાશ 418 લોકોએ જીવનનો અકુદરતી અંત આણ્યો હતો. 2020ના આપઘાતની આ સંખ્યા 2019ની સરખામણીમાં વધુ છે. 2019ના વર્ષમાં 139,123 લોકોએ આત્મહત્યા કરી હતી. એક લાખની વસતિએ આપઘાતનો દર 2019માં વધીને 11.3 થયો હતો, જે અગાઉના વર્ષે 10.4 ટકા હતો.

મહારાષ્ટ્રમાં આપઘાતના સૌથી વધુ 19,909 કિસ્સા નોંધાયા હતા. આ ઉપરાંત તમિલનાડુમાં 16,883, મધ્યપ્રદેશમાં 14,578, પશ્ચિમ બંગાળમાં 13,103, કર્ણાટકમાં 12,259ના કેસ નોંધાયા હતા. આમ દેશમાં આપઘાતના કુલ કેસમાંથી મહારાષ્ટ્રમાં 13, તમિલનાડુમાં 11 ટકા, મધ્યપ્રદેશમાં 9.5 ટકા અને પશ્ચિમ બંગાળામાં 8.6 ટકા અને કર્ણાટકમાં 8 ટકા કેસ નોંધાયા હતા. દેશમાં આપઘાતના કુલ કેસમાંથી આ પાંચ રાજ્યોમાં 50.1 ટકા કેસ નોંધાયા હતા. બાકીના 49.9 ટકા કેસ 23 રાજ્યો અને આઠ કેન્દ્રશાસિત પ્રદેશમાં નોંધાયા હતા.

દેશની કુલ વસતિમાંથી 16.9 ટકા વસતિ ધરાવતા દેશના સૌથી વધુ વસતિ ધરાવતા ઉત્તરપ્રદેશમાં આપઘાતનું પ્રમાણ નીચું રહ્યું હતું. દેશમાં કુલ આપઘાતાના કેસમાંથી યુપીમાં માત્ર 3.1 ટકા કેસ નોંધાયા હતા. કેન્દ્રશાસિત પ્રદેશમાં દિલ્હીમાં સૌથી વધુ 3,142 કેસ નોંધાયા હતા, જ્યારે પુડુચેરીમાં 408 કેસ નોંધાયા હતા. અહેવાલમાં જણાવ્યા અનુસાર 2020ના વર્ષમાં દેશના 53 મેગા શહેરોમાં કુલ 23,855 લોકોએ આપઘાત કર્યો હતો. આમ મહાનગરોમાં આપઘાતનો દર 14.8 ટકા રહ્યો હતો.

કયા રાજ્યમાં આપઘાતના કેટલાં કેસ નોંધાયા

મહારાષ્ટ્ર 19,909
તમિલનાડુ 16,883
મધ્યપ્રદેશમાં 14,578
પશ્ચિમ બંગાળ 13,103
કર્ણાટક 12,259

આપઘાતના મુખ્ય કારણો

કારણ ટકા
કોટુંબિક 33.6
લગ્નવિષયક 5
માંદગી 18