The special edition £5 coin features an original portrait of The Duke to celebrate his remarkable life. (Image: The Royal Mint)

ચાન્સેલર ઋષિ સુનકે ડ્યુક ઓફ ઓડિનબરા – પ્રિન્સ ફિલિપનો ‘લાઇફ વેલ લીવ્ડ’ તરીકે ચિહ્નિત કરતો યાદગાર £5ના સિક્કાનું અનાવરણ કર્યુ હતું. ડ્યુક ઓફ એડિનબરાની વર્ષોની નેવલ સર્વિસ અને હર મેજેસ્ટી ધ ક્વીનને આપેલા સમર્થનને માન્યતા આપી આ સિક્કો બહાર પાડવામાં આવ્યો હતો. આ સીક્કાની ડિઝાઇનમાં ડ્યુકનું પોટ્રેટ છે અને તેને રોયલ મિન્ટ દ્વારા તૈયાર કરાશે.

આ સિક્કાની ડિઝાઇનને આ વર્ષે એપ્રિલમાં મૃત્યુ પામેલા ડ્યુક દ્વારા મંજૂર કરવામાં આવી હતી અને સશસ્ત્ર દળ દિવસ 2021ના ​​રોજ બહાર પાડવામાં આવશે. રોયલ મિન્ટ યુકેમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે ડ્યુક ઑફ એડિનબરા એવોર્ડને ટેકો આપવા £50,000નું દાન પણ આપશે.

ચાન્સેલર ઋષિ સુનકે કહ્યું હતું કે “આ સિક્કો ડ્યુક ઓફ એડિનબરાને શ્રદ્ધાંજલિ છે, જેમણે દેશ અને હર મેજેસ્ટી ધ ક્વીન બંનેની દાયકાઓ સુધી સેવા કરી વિશ્વભરના ઘણા લોકોને પ્રેરણા આપી હતી. મને સશસ્ત્ર દળ દિવસ પર સિક્કાનું અનાવરણ કરવા બદલ ગર્વ છે.”

આ ડિઝાઇનને વ્યક્તિગત રૂપે 2008 માં ડ્યુક ઑફ એડિનબરા દ્વારા મંજૂર કરવામાં આવી હતી અને વખાણાયેલા કલાકાર ઇયાન રેંક-બ્રોડલી દ્વારા દોરવામાં આવી હતી. આ સિક્કા પર “એચઆરએચ પ્રિન્સ ફિલિપ, ડ્યુક ઑફ એડિનબરા 1921-2021” લખેલું છે. ડ્યુક 47 વર્ષ સુધી રોયલ મિન્ટની સલાહકાર સમિતિના પ્રમુખ તરીકે રહ્યા હતા.

આ સિક્કો ચલણમાં ચાલશે પરંતુ તે લીમીટેડ એડિશનનો છે અથવા ભેટ તરીકે બનાવવામાં આવ્યો છે.