યુકે સરકારની એડવાઇઝરી કમિટી ઓન બિઝનેસ એપોઇન્ટમેન્ટ્સ (ACOBA) દ્વારા યુએસ સ્થિત ટેક કંપનીઓ માઇક્રોસોફ્ટ અને એઆઈ ફર્મ એન્થ્રોપિક સાથે પાર્ટ-ટાઇમ પેઇડ સલાહકાર તરીકે નોકરી કરવા માટે પૂર્વ વડા પ્રધાન ઋષિ સુનકને મંજૂરી આપવામાં આવી છે.
વોચડોગે કડક શરતો હેઠળ આ નોકરીઓ કરવા મંજૂરી આપી હતી, જેમાં સુનકને તેમની પ્રીમિયરશીપ દરમિયાન મેળવેલી કોઈપણ વિશેષાધિકૃત માહિતીનો ઉપયોગ કરવા અને બે વર્ષ માટે કંપનીઓ વતી યુકે સરકારને લોબિંગ કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. સમિતિએ નોંધ્યું હતું કે સમય જતાં સંવેદનશીલ માહિતીની તેમની ઍક્સેસ ઓછી થઈ ગઈ છે, પરંતુ ટેક અને એઆઈ ક્ષેત્રોમાં તેમની સમજ હજુ પણ સંભવિત જોખમો રજૂ કરે છે.
સુનકે સમિતિને જાણ કરી હતી કે આ સલાહકાર તરીકેની નોકરીઓમાંથી મળતી બધી આવક ધ રિચમંડ પ્રોજેક્ટને દાનમાં આપવામાં આવશે, જે તેમણે તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે મળીને યુકેમાં બાળકોના ગણિતના જ્ઞાનને ટેકો આપવા માટે રચાયો છે.
જુલાઈ 2024ની સામાન્ય ચૂંટણીમાં હાર બાદ બેકબેન્ચ પર પાછા ફરેલા 45 વર્ષીય કન્ઝર્વેટિવ સાંસદ સુનક, આ વર્ષની શરૂઆતમાં ગોલ્ડમેન સૅક્સમાં વરિષ્ઠ સલાહકાર તરીકે જોડાયા હતા.
