(ANI Photo)
સુનિલ શેટ્ટી ફરીથી ફિલ્મોમાં સક્રિય થયા છે. તેઓ ‘હેરાફેરી’ના સાથીઓ અક્ષયકુમાર અને પરેશ રાવલ સાથે ‘વેલકમ ટુ ધ જંગલ’ ફિલ્મમાં અભિનય આપશે.
સૂત્રોના જણાવ્યા મુજબ, આ ફિલ્મમાં સુનિલ શેટ્ટી એક મનોરંજક ડોનની ભૂમિકા ભજવશે. તેમની સાથે અક્ષયકુમાર, પરેશ રાવલ અને જોની લીવર સાથે કોમેડી કરશે. કહેવાય છે કે આ ફિલ્મમાં સુનિલ શેટ્ટીનો સૌથી વધુ કોમેડી કોલ હશે. વેલકમ ફ્રેન્ચાઇઝીની આ ફિલ્મમાં સુનિલ એક પ્રેમાળ ડોનનો રોલ કરતો જોવા મળશે.  સુનિલ શેટ્ટીએ તેની ફિલ્મી કારકિર્દીમાં અનેક યાદગાર પાત્રો ભજવ્યા છે અને ફરી તે હવે દર્શકો સમક્ષ કોમેડીનો પડકારજનક રોલ ભજવશે.
આ ફિલ્મનું શૂટિંગ શરૂ થઇ ગયું છે અને તે સેટ પર પોતાનો સમય ખૂબ મજાથી વિતાવી રહ્યા છે. સૂત્રના જણાવ્યા અનુસાર, સુનિલ કોમેડી ઝોનમાં પાછા ફરીને ખૂબ ઉત્સાહમાં છે. આ કોમેડી રોલ છે પરંતુ અત્યાર સુધીમાં જોયા છે, તેના કરતાં ઘણો અલગ છે.
આ ફિલ્મ જોઈને લોકોનો શું પ્રતિસાદ છે તે જાણવા માટે સુનિલ આતુર છે.” દિગ્દર્શક અહેમદ ખાન અને નિર્માતા ફિરોઝ નડિયાદવાલાની આ ફિલ્મમાં મ્યુઝિક, કોમેડી અને સાહસનું જોરદાર મિશ્રણ હશે. આ ફિલ્મમાં રવિના ટંડન, લારા દત્તા, જેકલીન ફર્નાન્ડિઝ, દિશા પાટની, અરશદ વારસી, પરેશ રાવલ, જોની લીવર, રાજપાલ યાદવ, તુષાર કપુર, શ્રેયસ તળપદે અને કૃષ્ણા અભિષેક સહિતના કલાકારોની મોટી ફૌજ જોવા મળશે. આ વર્ષે ડિસેમ્બરમાં ફિલ્મને પ્રદર્શિત કરવાનું આયોજન છે.

LEAVE A REPLY