બોલિવૂડના અભિનેતા સની દેઓલ (Photo by STRDEL/AFP via Getty Images)

બોલિવૂડ અભિનેતા અને ગુરુદાસપુરના ભાજપના સાંસદ સની દેઓલનો કોરોનો રિપોર્ટ મંગળવારે પોઝિટિવ આવ્યો હતો. સની દેઓલે પોતાના સંપર્કમાં આવેલા લોકોને કોરોના ટેસ્ટ કરાવવાની અપીલ કરી હતી.

સની દેઓલ છેલ્લા કેટલા દિવસોથી હિમાલપ્રદેશના કુલ્લુ જિલ્લામાં હતા. અહીં તેઓ રજાઓ મનાવવા માટે આવ્યા છે. હિમાચલપ્રદેશના આરોગ્ય સચિવે જણાવ્યું હતું કે તેઓ 3 ડિસેમ્બરે મુંબઈ પાછા ફરવાના હતા, તેથી તેમણે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો, પરંતુ મંગળવારે કોવિડ-19ના રિપોર્ટમાં તેઓ કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું.

64 વર્ષીય સની દેઓલે ટ્વીટ કરીને લોકોને એની માહિતી આપી હતી કે મેં કોરોના ટેસ્ટ કરાવ્યો અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું ક્વોરન્ટીન છું અને મારી તબિયત સારી છે. હું અપીલ કરું છું કે તમારામાંથી જે લોકો છેલ્લા થોડા દિવસમાં મારા સંપર્કમાં આવ્યા છે, કૃપા કરીને પોતાની જાતને આઈસોલેટ કરીને રિપોર્ટ કરાવે.