પ્રતિકાત્મક તસવીર (istockphoto)

સુપરડ્રગ ઓનલાઈન ડોક્ટર્સે લાંબા અંતરની ફ્લાઈટ્સની મુસાફરી કરનારા લોકો માટે તેના ટ્રાવેલ સર્વિસ પોર્ટફોલિયોમાં જેટ લેગ ટેબ્લેટ ‘મેલાટોનિન’નો ઉમેરો કર્યો છે. જેના કારણે હવે લોકો માટે મુસાફરી કરવાનું સરળ બનશે. કંપનીએ તેની મુસાફરી સેવાઓ અને ઉત્પાદનોની માંગમાં 287 ટકાનો વધારો જોયો છે.

પીરિયડમાં વિલંબ કરતી દવાના વેચાણમાં 195 ટકાનો, મેલેરિયાની દવાઓના વેચાણમાં 272 ટકાનો, ગટ હેલ્થ પ્રોડક્ટ્સમાં 317 ટકાનો અને જેટ લેગ ‘મેલાટોનિન’ ટેબ્લેટ્સ લોન્ચ થયા પછી વેચાણમાં 900 ટકાનો વધારો થયો છે.

સુપરડ્રગના મેડિકલ એમ્બેસેડર ડૉ. સારા કાયાતે કહ્યું હતું કે “જેટ લેગ કામચલાઉ ઊંઘની સમસ્યા છે જે વિવિધ ટાઇમ ઝોનમાં મુસાફરી કરતા લોકોને અસર કરે છે. તમારા શરીરની  આંતરિક ઘડિયાળ તમારા શરીરને ક્યારે જાગવું અને ક્યારે સૂવું તે જણાવતી હોય છે પરંતુ દૂરના દેશમાં તેમાં વિક્ષેપિત આવે છે. મેલાટોનિન એક હોર્મોન છે જે ઊંઘના ચક્રને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.”

જેટ લેગના અન્ય લક્ષણોમાં માથાનો કે સ્નાયુઓમાં દુખાવો, પાચનની સમસ્યાઓ અને ભૂખમાં ફેરફારનો સમાવેશ થાય છે.