પ્રતિક તસવીર (Photo by James Chance/Getty Images)

પ્રતિભાશાળી ટીન બ્લેક કન્ટ્રી બોક્સર અને ‘નેક્સ્ટ અમીર ખાન’ તરીકે ઓળખાતા 18 વર્ષના અલી તઝીમનું બર્મિંગહામ નજીક કાર અકસ્માતમાં મૃત્યુ થતાં બોક્સિંગ જગત શોકમાં ડૂબી ગયું હતું.

વુલ્વરહેમ્પટનમાં જન્મેલો તાઝીમ વોલ્સલની પાઉન્ડ 4 પાઉન્ડ બોક્સિંગ એકેડેમીનો ભાગ હતો અને તેણે ફ્લોયડ મેવેદર સિનિયર સાથે ગયા અઠવાડિયે તાલીમ લીધી હતી.

અલી તાઝીમને સાઇન કરનાર પ્રોબેલમના ટેલેન્ટ રિલેશનના વડા સેમ જોન્સે ટ્વીટ કર્યું હતું કે “આજે સવારે મને સમાચાર મળ્યા કે અલી તાઝીમનું 18 વર્ષની વયે અવસાન થયું છે. મને વિશ્વાસ નથી આવતો. અમે ગઈકાલે જ વાત કરી હતી કે તે પ્રો ગેમને કેવી રીતે લઇ રહ્યો છે. હું ફક્ત અલી અને તેના સુંદર પરિવાર વિશે વિચારી શકું છું.”

તાઝીમ ઓલિમ્પિક સિલ્વર મેડલ વિજેતા અમીર ખાનને પણ મળ્યો હતો, જેમણે કહ્યું હતું કે “તે મારો આગામી હશે અને ઇતિહાસ રચશે”. કિશોર વયે, તેણે તેની લાઈટનિંગ-ક્વિક રીફ્લેક્સ અને રક્ષણાત્મક ક્ષમતાઓ માટે બોક્સિંગ પ્રમોટરોનું ધ્યાન ખેંચ્યું હતું.