સુપ્રીમ કોર્ટે સોમવારે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ને ચૂંટણી બોન્ડ્સ સંબંધિત તમામ વિગતો જાહેર કરવાનો આદેશ આપ્યો હતો. આમાં દરેક બોન્ડનો “સિરીયલ નંબર” શામેલ હોવો જોઈએ.

ચૂંટણી બોન્ડ દ્વારા કરવામાં આવેલા દાન અંગે SBIએ “અપૂર્ણ ડેટા” જાહેર કર્યા હોવાની અરજીની સુનાવણી કરતાં સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે “અમે ઇચ્છીએ છીએ કે ચૂંટણી બોન્ડ સંબંધિત તમામ માહિતી જાહેર કરવામાં આવે જે તમારા કબજામાં છે. કોર્ટે એસબીઆઈના ચેરમેનને ગુરુવારે સાંજે 5 વાગ્યા સુધીમાં એફિડેવિટ દાખલ કરવાનો આદેશ આપ્યો હતો. આ એફિડેવિટમાં કહેવાનું રહેશે કે તેને કોઈ વિગતો દબાવી નથી. એસબીઆઇ પાસેથી ડેટા મળે તે પછી તે માહિતી જાહેર કરવાનો ચૂંટણી પંચને પણ આદેશ અપાયો છે.

કોર્ટે ગયા મહિને ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમને રદ કરી હતી અને બેંકને છેલ્લા પાંચ વર્ષમાં કરેલા દાનની તમામ વિગતો શેર કરવાનો આદેશ આપ્યો હતો. એસબીઆઇ અત્યાર સુધી ચૂંટણી બોન્ડની વિગતો જારી કરી છે, પરંતુ કયા રાજકીય પક્ષને કયા દાતાએ કેટલું દાન આપ્યું તેની સંપૂર્ણ વિગતોનો અભાવ છે.

LEAVE A REPLY

thirteen − 8 =