સુરતમાં ONGCના પ્લાન્ટમાં ગુરુવારે વહેલી સવારે ધડાકા સાથે પ્રચંડ આગ ફાટી નીકળી હતી. આગની જ્વાળી 30 ફૂટ ઊંચે સુધી ફેલાઈ હતી. (PTI Photo)

સુરતના હજીરા ઔદ્યોગિક વિસ્તારમાં ONGC કંપનીના ગેસ ટર્મિનલમાં બુધવારે મોડી રાત્રે અઢી વાગ્યે ઓટોમેટિક પ્લાન્ટની ચેમ્બરમાં સ્પાર્ક ત્રણ વિસ્ફોટ થયા હતા અને વિનાશક આગ લાગી ગઈ હતી. ત્રણ વ્યક્તિ ગુમ થઈ હોવાનું સૂત્રો દ્વારા કહેવામાં આવ્યું હતું. આગ પર પછીથી કાબુ મેળવામાં આવ્યો હતો.

આગ વખતે થયેલા ધડાકાઓથી આસપાસના ગામવાસીઓ સાથે શહેરીજનો ધ્રૂજી ગયા હતા અને ઘર બહાર નીકળી ગયા હતા. ગેસ ટર્મિનલમાંથી દૂર દૂરથી આગની જ્વાળાઓ આકાશમાં નજરે પડી હતી. ઉભરાટ પાસે ગેસલાઈનનો વાલ્વ બંધ કરી દેવાતાં અંદાજે ચાર-પાંચ કલાક બાદ પાઈપમાં રહેલો ગેસ ચીમની વાટે સળગાવી દઈને આગ પર કાબૂ મેળવાયો છે. ચીમનીમાંથી ગેસ સળગાવતાં આસપાસનું તાપમાન 50 ડિગ્રી જેટલું થયું હતું. સમગ્ર દુર્ઘટનામાં ઓએનજીસી દ્વારા કોઈ જાનહાનિ ન થઈ હોવાનું કહેવામાં આવ્યું છે.
પરંતુ આગને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડ અને કંપનીની ફાયર ફાઈટરો કામ લાગી ગયા હતા. ત્રણ ફાયર સ્ટેશનની 5 ગાડી ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. મોટી દુર્ઘટના હોવાથી આજુબાજુની રિલાયન્સ જેવી મોટી ઇન્ડસ્ટ્રીઝના ફાયર વિભાગમાંથી મદદ પણ લેવાઈ હતી. મુંબઈથી આવતી પાઇપલાઈનમાં બ્લાસ્ટ થયો હતો. ઘટના બાદ ONGCનો ફાયર વિભાગ જ હાઇડ્રોલિક સિસ્ટમથી આગ પર કાબૂ મેળવવા કામે લાગી ગયો હતો. આગ કાબૂમાં આવી ગઈ છે અને કૂલિંગ કામગીરી પણ કરવામાં આવી હતી. આગને ONGCની ચીમનીથી રસ્તો આપી દેવાયો હતો. બાદમાં ફાયરબ્રિગેડની ગાડીઓ પરત ફરી હતી