તાજેતરમાં બર્મિંગહામ સિટી સેન્ટરમાં અપમાનજનક રીતે પરિવારોના હાથે મૃત્યુ પામેલી શીખ મહિલાઓની યાદમાં આયોજિત વિજીલમાં મૃત્યુના લગભગ 25 વર્ષ પછી પણ જેની લાશ હજુ સુધી મળી નથી તે સુરજીત અટવાલનું નામ સૌથી આગળ અને કેન્દ્રમાં હતું.

કોવેન્ટ્રીની સુરજીતના માત્ર 16 વર્ષની ઉંમરે સુખદેવ સિંહ અટવાલ સાથે લગ્ન કરાયા હતા. વર્ષો સુધી ગુલામ જેવું વર્તન સહન કર્યા બાદ સુરજીતનો ‘ગુનો’ એટલો જ હતો કે વર્ષોના દુઃખ પછી તે છૂટાછેડાની માંગ કરતી હતી. જેને તેનો પતિ અને તેના સાસુ બચન અટવાલ સ્વીકારી શક્યા ન હતા અને તેમના કહેવાથી સુરજીતનું અપહરણ કરી ગળું દબાવીને તેની લાશ ભારતમાં કોઇ નદીમાં ફેંકી દેવામાં આવી હતી. પરંતુ પરિવારજનોની કમનસીબી છે કે હજુ સુધી તેની લાશ મળી નથી.

આ કેસને નેટફ્લિક્સ ટ્રુ ક્રાઈમ ડોક્યુમેન્ટરી શ્રેણીમાં પણ દર્શાવવામાં આવ્યો હતો. સુખદેવ અને બચનને પાછળથી તેણીની હત્યા માટે આજીવન જેલની સજા કરાઇ હતી.

સુરજીતના ભાઈ જગદીશ સિંહ હિંસાનો સામનો કરતી શીખ મહિલાઓ માટેની ચેરિટી, શીખ વિમેન એઇડ દ્વારા વિજીલ યોજી રહ્યા છે. રાજબીર ધિલ્લોન પોતાની આન્ટી સુરજીત અટવાલને ન્યાય અપાવવા હજુ લડી રહ્યા છે.

LEAVE A REPLY

19 + 11 =