સટન મિત્ર મંડળ દ્વારા 30 અને 31 ઓગસ્ટના રોજ બેડિંગ્ટન પાર્ક ખાતે સતત પાંચમા વર્ષે સાર્વજનિક ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ વર્ષે 5,000 ચોરસ ફૂટની માર્કીમાં ઉજવણી કરવામાં આવી હતી અને ખરાબ હવામાનની આગાહી હોવા છતાય આ વર્ષે ઉજવણીમાં લગભગ ૯ હજાર ભક્તોએ હાજરી આપી હતી.

આ ઉજવણીમાં ભારતીય હાઇ કમિશનના હિન્દી અને કલ્ચરલ એટેચી શ્રીમતી અનુરાધા પાંડે, સટનના મેયર કાઉન્સિલર લુઇસ ફેલન, ડેપ્યુટી મેયર કાઉન્સિલર કુમાર સહદેવન, કાઉન્સિલર પરમ નંદા, કાઉન્સિલર સુનીતા ગોર્ડન, કેલી સૈની બડવાલ, ચંદ્રકાંતજી શર્મા, કાનન પટેલ (બ્રહ્મકુમારી) અનિલ જી શાહ (WHC) સહિત ઘણા બધા જેવા પ્રતિષ્ઠિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ વર્ષે ગણેશ ઉત્સવની પૃષ્ઠભૂમિ તરીકે તિરુપતિ બાલાજી મંદિર પર આધારિત ઉજવણી કરવામાં આવી હતી. આ ઐતિહાસિક ઉત્સવ માટે 250 સ્વયંસેવકોએ 6 મહિના સુધી દિવસ-રાત કામ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું ખૂબ જ સુંદર રીતે સંચાલન કરવામાં આવ્યું હતું.  આ સફળતા માટે સૌ સ્વયંસેવકોનો તેમના સમર્પણ અને નિઃસ્વાર્થ સેવા માટે આભાર માનવામાં આવ્યો હતો.

LEAVE A REPLY