FILE PHOTO: REUTERS/Sarah Meyssonnier/File Photo

ફેશનને અબજો ડોલરના બિઝનેસ સામ્રાજ્યમાં ફેરવનારા ઇટાલિયન ફેશન ડિઝાઇનર જ્યોર્જિયો અરમાની ગુરુવાર, 4 સપ્ટેમ્બરે અવસાન થયું હતું. તેઓ ૯૧ વર્ષનાં હતાં.૧૯૭૦ના દાયકાના અંત ભાગમાં અનલાઇન્સ જેકેટ, સાદા પેન્ટથી શરૂઆત કરીને અરમાનીએ ઇટાલિયન રેડી-ટુ-વેર સ્ટાઇલને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસિદ્ધિ અપાવી હતી.

ફેશન હાઉસે જણાવ્યું હતું કે અરમાનીનું ઘરે જ અવસાન થયું હતું. વૈશ્વિક ફેશન ઉદ્યોગના સૌથી જાણીતા નામો અને ચહેરાઓમાંના એક અરમાની જૂન 2025માં મિલાન ફેશન વીક ચૂકી ગયા હતા. તેઓ આ મહિને મિલાન ફેશન વીક દરમિયાન તેમના સિગ્નેચર જ્યોર્જિયો અરમાની ફેશન હાઉસના 50 વર્ષની ઉજવણી માટે એક મોટા કાર્યક્રમનું આયોજન કરી રહ્યા હતાં.

અરમાનીએ 10 અબજ ડોલરથી વધુનું બિઝનેસ સામ્રાજ્ય બનાવ્યું હતું. જેમાં કપડાંની સાથે, એસેસરીઝ, ઘરના ફર્નિચર, પરફ્યુમ, સૌંદર્ય પ્રસાધનો, પુસ્તકો, ફૂલો અને ચોકલેટનો પણ સમાવેશ થાય છે. ફોર્બ્સ અનુસાર, તેઓ વિશ્વના ટોચના 200 અબજોપતિઓમાં સ્થાન ધરાવતા હતાં.

અરમાનીએ છેલ્લા પાંચ દાયકામાં વિશ્વના સૌથી પ્રખ્યાત ફેશન હાઉસની સ્થાપના કરી હતી અને ગુરુવારે જાહેર કરાયેલ તેમના મૃત્યુથી અનિવાર્યપણે એવી કંપનીના ભવિષ્ય વિશે પ્રશ્નો ઉભા થાય છે જેની સ્વતંત્રતાને તેઓ ખૂબ મહત્વ આપતા હતા. તેઓ કંપનીના સૌથી મોટા શેરહોલ્ડર છે, પરંતુ તેમને કોઇ સંતાન નથી.

LEAVE A REPLY