(ANI Photo)

યુવા અભિનેત્રી સ્વરા ભાસ્કરે બાળક દત્તક લેવાનું આયોજન કર્યું છે. અગાઉ સુષ્મિતા સેન, નીલમ કોઠારી, સની લિયોની અને રવિના ટંડન જેવી અભિનેત્રીઓએ પણ બાળકો દત્તક લીધા છે. સૂત્રોના જણાવ્યા મુજબ, સ્વરાએ પ્રોસ્પેકટીવ એડોપ્ટિવ પેરન્ટ સાથે સેન્ટ્રલ એડોપ્શન રીસોર્સ ઓથિરિટી સાથે સંપર્કમાં છે, તેમના જણાવ્યા મુજબ સ્વરા બાળક દત્તક લેવાના મુદ્દે અત્યારે વેઇટિંગ લિસ્ટમાં છે.

સ્વરાએ જણાવ્યું હતું કે, મને એક પરિવાર અને બાળકની ખોટ સાલતી હતી. બાળક દત્તક લેવાથી મારી માતા બનવાનું અને પરિવારનું સ્વપ્ન પૂર્ણ થશે. સદનસીબે ભારતમાં સિંગલ મધરને બાળક દત્તક લેવાની મંજૂરી આપવામાં આવી છે. તેણે વધુમાં જણાવ્યું હતું કે, મેં બાળક દત્તક લેવા માટે મારા માતા-પિતા સાથે ચર્ચા કરી હતી. તેમણે પણ મને મારૂં સ્વપ્ન પૂર્ણ કરવા સહકાર આપ્યો છે. હું જાણું છું કે, બાળક દત્તક લેવા માટે લાંબા સમય સુધી રાહ જોવી પડતી હોય છે. મારે પણ ત્રણ વરસ સુધી બાળક દત્તક લેવા માટે રાહ જોવી પડશે.