રાઉટનમાં 9-10 હાઇ સ્ટ્રીટ ખાતે આવેલા ભૂતપૂર્વ કો-ઓપ સ્ટોરને હિન્દુ મંદિરમાં રૂપાંતરિત કરવા માટે સ્વિન્ડન બરો કાઉન્સિલને એક અરજી કરવામાં આવી છે. જેમાં સ્વિંડન હિન્દુ ટેમ્પલ ટ્રસ્ટ સિવાયની સંસ્થાઓ અને જૂથો પણ કોમ્યુનિટી હોલનો ઉપયોગ કરી શકે તે માટે પરવાનગી માંગવામાં આવી છે.

સ્વિન્ડન બરો કાઉન્સિલે વાઇવર્ન થિયેટરની નજીક, રીજન્ટ હાઉસ ખાતે આવેલી તેની પૂર્વ ઓફિસો પણ મંદિર અને સાંસ્કૃતિક કેન્દ્રના ઉપયોગ માટે ઉપલબ્ધ બનાવી છે. કાઉન્સિલ સાત વર્ષના પ્રારંભિક સમયગાળા માટે ટ્રસ્ટને વધારાની ઇમારત લીઝ પર આપશે.

ડાર્બી ક્લોઝમાં આવેલા મંદિરની લીઝ પાંચમી વખત ચોરી થયા બાદ ગયા ઓક્ટોબરમાં તાત્કાલિક અસરથી લીઝ સમાપ્ત કર્યા બાદ આ વિસ્તારમાં ઘણા મહિનાઓથી કોઈ હિંદુ મંદિર અસ્તિત્વમાં નહોતું અને હિંદુ ધાર્મિક વિધિઓ કરવા અથવા મહત્વપૂર્ણ ધાર્મિક તહેવારો ઉજવવા કોઇ સુવિધાઓ નહોતી.

રાઉટનની સાઇટનો ટ્રસ્ટ દ્વારા ધાર્મિક સેવાઓ, કાર્યક્રમો અને તહેવારો સહિતના વિવિધ હેતુઓ માટે “સાંસ્કૃતિક કેન્દ્ર” તરીકે ઉપયોગ કરવામાં આવશે. અનુમાન છે કે દરરોજ નિયમિત પૂજામાં 20 થી 50 લોકો હાજરી આપશે અને વર્ષ દરમિયાન સાતથી 10 મુખ્ય તહેવારોની ઉજવણીમાં 150 થી 200 લોકો હાજરી આપશે.

સ્વિંડન હિંદુ ટેમ્પલ ટ્રસ્ટના પ્રવક્તાએ કહ્યું હતું કે “અમને આનંદ છે કે અમારી પાસે ટૂંક સમયમાં આ બે નવા પરિસર હશે અને અમે વિશ્વાસ અનુભવીએ છીએ કે એકસાથે મળીને ધાર્મિક, સાંસ્કૃતિક, સામાજિક સેવા માટે ખૂબ જ જરૂરી સુગમતા પ્રદાન કરશે. અમે કાઉન્સિલની તમામ મદદ અને તેમના સતત સમર્થન માટે આભારી છીએ.”

(Local Democracy Reporting Service)