Swiss banks hand over fourth list of secret bank accounts of Indians
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ભારતીયો અને ભારતીય કંપનીઓની દ્વારા સ્વિત્ઝર્લેન્ડની બેન્કોમાં મૂકવામાં આવેલું જમારકમ 2020માં વધીને 2.55 બિલિયન સ્વિસ ફ્રાન્ક્સ (આશરે રૂ.20,700 કરોડ) થઈ હતી, જે છ્લ્લાં 13 વર્ષમાં સૌથી વધુ છે. આ જમા રકમમાં સ્વિસ બેન્કોની ભારતમાં સ્થિત બ્રાન્ચ અને અન્ય નાણાંકીય સંસ્થાઓ દ્વારા જમા કરેલી રકમનો પણ સમાવેશ થાય છે. ભારતીયો દ્વારા સ્વિસ બેન્કોમાં જમાપૂંજી વધવા પાછળનું કારણ સિક્ટોરિટીઝ અને અન્ય વિકલ્પો દ્વારા હોલ્ડિંગ્સમાં તેજી માનવામાં આવે છે. જોકે 2020માં કુલ કસ્ટમ ડિપોઝિટમાં ઘટાડો થયો હતો, એમ સ્વિત્ઝર્લેન્ડની સેન્ટ્રલ બેન્કે ગુરુવારે જારી કરેલા વાર્ષિક ડેટામાં જણાવાયું હતું.

સ્વીસ નેશનલ બેન્ક (એસએનબી)ના ડેટા અનુસાર સ્વીસ બેન્કોમાં 2019ના અંતે ભારતીય ગ્રાહકોની ડિપોઝિટ 899 મિલિયન સ્વિસ ફ્રાન્ક્સ (આશરે રૂ.6,625 કરોડ હતી અને તેમાં બે વર્ષથી ઘટાડો થતો હતો. હવે આ ટ્રેન્ડ બદલાયો છે અને તે વધીને 13 વર્ષના ઊંચા સ્તરે પહોંચી છે. 2006માં સ્વીસ બેન્કોમાં ભારતીયોની ડિપોઝિટ આશરે 6.5 બિલિયન સ્વીસ ફ્રાન્ક્સના ટોચના સ્તરે હતી. આ પછી 2011, 2013 અને 2017ના વર્ષોને બાદ કરતાં બાકીના વર્ષોમાં જમા રકમમાં ઘટાડો નોંધાયો હતો.

SNBના જણાવ્યા મુજબ 2020ના અંત સુધી સ્વિસ બેન્કોમાં ભારતીયો અને ભારતીય કંપનીઓના કુલ રૂ.20,700 કરોડ જમા રકમમાં રૂ. 4,000 કરોડથી વધુ કસ્ટમર ડિપોઝીટ, રૂ.3100 કરોડથી વધુ અન્ય બેન્કો દ્વારા, રૂ.16.5 કરોડ ટ્રસ્ટ દ્વારા અને રૂ.13500 કરોડ બોન્ડ, સિક્યોરિટીઝ અને અન્ય નાણાંકીય વિકલ્પો દ્વારા આવ્યા હતા.
આ સત્તાવાર આંકડા બેન્કોએ સ્વિસ નેશનલ બેન્કને રિપોર્ટમાં આપ્યા છે. જે સ્વિસ બેન્કોમાં ભારતીયોની કાળા નાણાંને દર્શાવતાં નથી. સ્વિસ નેશનલ બેન્ક મુજબ, સ્વિસ બેન્કોમાં ભારતીયોના જમા રુપિયાના મૂલ્યાંકનમાં વ્યક્તિઓ, બેન્કો અને એન્ટરપ્રાઇઝિસ તરફથી જમા સહિત સ્વિસ બેન્કોના ભારતીય ગ્રાહકોના તમામ પ્રકારના ફંડને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે.