(istockphoto.com)

કોવિડ-19ની વેક્સિન આવે તે પહેલા સિરિન્જના સપ્લાયને સુનિશ્ચિત કરવા માટે યુનિસેફ તેના વેરહાઉસમાં 520 મિલિયન સિરિન્જનો સ્ટોક એકત્ર કરશે. યુનિસેફે 2021 સુધી એક બિલિયન હોઇપોડેમિક નીડલની મોટી યોજનાના ભાગરૂપે આ હિલચાલ કરી છે.

યુએનનની એજન્સીએ સોમવારે જણાવ્યું હતું કે વિશ્વ કોવિડ-19ની વેક્સિનની રાહ જોઇ રહ્યું છે, ત્યારે સિરિંજ અને બીજા જરૂરી ઇક્વિપમેન્ટની ખરીદી મારફત યુનિસેફે વેક્સિનના ઝડપી, સુરક્ષિત અને કાર્યક્ષમ સપ્લાય માટેની તૈયારી ચાલુ કરી છે.

વેક્સિનમાં સફળતા મળે અને તેના ઉપયોગની ભલામણ કરવામાં આવે ત્યારે વેક્સિનના ડોઝ માટે વિશ્વમાં ઘણી સિરિન્જની જરૂર પડશે. યુનિસેફને એક બિલિયન સિરિન્જના સપ્લાયનો અંદાજ છે.

આ ઉપરાંત યુનિસેફ પાંચ મિલિયન સેફ્ટી બોક્સની પણ ખરીદી કરશે, જેથી યુઝ્ડ સિરિન્જ અને નીડલનો સુરક્ષિત નિકાલ કરી શકાય છે. યુનિસેફ દર વર્ષે રેગ્યુલર ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ માટે આશરે 600થી 800 મિલિયન સિરિન્જની ખરીદી અને સપ્લાય કરે છે. કોરોનાને કારણે ત્રણ કે ચાર ગણા રસીકરણની જરૂર પડી શકે છે.