લંડનના સાઉથબેંક સેન્ટરના ક્વીન એલિઝાબેથ હોલમાં શુક્રવાર તા. 15ના રોજ નિર્માતા, સંગીતકાર અને પર્ક્યુશનિસ્ટ તલ્વિન સિંઘ અને લંડનના બે સૌથી ઉત્તેજક સંગીતકારો, કોબે સે અને લુસિન્ડા ચુઆના કોન્સર્ટ – કાર્યક્રમનું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું.

ત્રણેય કલાકારોની કલાને એક તાંતણે ગુંથાતા જોવાનો લાહવો જ અનેરો હતો. આ કાર્યક્રમ ડિઝાઇનર નિકોલસ ડેલી દ્વારા ટેકઓવર કરાયેલ વુવન રિધમ્સનો એક ભાગ હતો. ખરેખર તવલિને તબલા પર, કોબેએ બાસ અને ઈલેક્ટ્રોનિક ડ્રમ્સ પર અને લુસિન્ડાએ સેલો પર રંગત જમાવી હતી.

નિર્માતા, સંગીતકાર અને પર્ક્યુશનિસ્ટ તલ્વિન સિંઘે જણાવ્યું હતું કે એક પર્ક્યુશનિસ્ટ તરીકે, મધુર હાવભાવ માટે સહયોગ અને લય પ્રદાન કરવાનું ગમે છે. હું કોબે અને લુસિન્ડા જેવા તેજસ્વી સંગીતકારો સાથેના સહયોગોમાંથી ઘણું શીખ્યો છું. સોનિક વિઝન અને સાઉન્ડનો હું આદર કરું છું.

મધુર અને મોહક એવા આ કોન્સર્ટમાં ખૂબ જ પ્રતિભાશાળી કલાકારોએ સૌને સંગીતમાં ડૂબાડી દીધા હતા. એકબીજા સાથે તાલ મેળવતા કલાકારો સાથે સ્ક્રીન પર રજૂ થતી વિડિયો ઇફેક્ટ્સ મનમોહક હતી. તો આ શોના દરમિયાન કરાયેલા ધુમ્મસ અને ફ્લેશિંગ લાઇટ ઇફેક્ટ લાજવાબ હતા.

LEAVE A REPLY

one × one =