તાપસી પન્નુ બોલીવૂડમાં સ્થાન જમાવી ચુકી છે. તેની પાસે લાઈનબંધ ફિલ્મો છે. તેની આવનારી ફિલ્મ ‘થપ્પડ’નું ટ્રેલર હાલ જ રિલીઝ થયું છે. આ પછી તે ‘ શાબાશ મિઠ્ઠુ’માં કામ કરવાની છે. આ ઉપરાંત તેણે જર્મન કલ્ટ ક્લાસિક ફિલ્મ ‘રન લોલો રન’ની હિંદી રીમેક ‘લૂપ લપેટા’માં જોવા મળશે. આ નવા પ્રોજેક્ટ વિશે તાપસીએ ઇન્સ્ટાગ્રામના પોતાના એકાઉનટ પર જાણકારી આપી હતી. તેણે એક પોસ્ટર શેર કરીને ટાંક્યું છે કે, ” લો, મારી એક વધુ ફિલ્મની ઘોષણા કરી રહી છું. હું તૈયાર છું. જર્મન ક્લાસિક કલ્ટ ફિલ્મ ‘રન લોલા રન’ના હિંદી રીમેકના હક્ક મળી ગયા છે. આ ફિલ્મમાં દિગ્દર્શન આકાશ ભાટિયાનું છે. મારી સાથે આ ફિલ્મમાં તાહિર રાજ ભસીન જોવા મળશે.”તાપસીનો સહ-એકટર તાહિર રાજ ફિલ્મ ‘મર્દાની’થી બોલીવૂડમાં ડેબ્યુ કર્યું છે. હાલમાં જ તે ‘છિછોરે’માં પણ જોવા મળ્યો હતો. તેમજ કબીર ખાનની ક્રિકેટ પીરિયડ ફિલ્મ ‘૮૩’માં પણ કામ કરી રહ્યો છે.