રાજયના નાણાંપ્રધાન નીતિનભાઈ પટેલે આજે ગુજરાત વિધાનસભામાં નવા નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧નું અંદાજપત્ર પેશ ર્ક્યુ હતું જેમાં ૬૦પ૪૩ કરોડની પૂરાંત દર્શાવવામાં આવી છે. બજેટનું કુલ કદ રૂા. ૨૧૭૨૮૭ કરોડનું છે. પંચાયતો તથા કોર્પોરેશનોની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગ્રામ્ય ઉપરાંત શહેરી વિસ્તારો માટે પણ ફોક્સ રાખવામાં આવ્યું છે. ખેડુત કલ્યાણ તથા કૃષિ ક્ષેત્ર માટે નવી યોજનાઓ તથા આર્થિક સહાયની અનેક જાહેરાતો ક૨વામાં આવી છે. સામાજિક ક્ષેત્રે સમુહ લગ્નને પ્રોત્સાહન આપવા સહાયની ૨કમ વધા૨વામાં આવી છે. બિનનિવાસી ગુજરાતી ત૨ફથી મળતા દાનમાં સ૨કા૨ પણ એટલી જ ૨કમની સહાય ચુક્વશે તેવી જાહેરાત કરાઈ છે. નવા ૮પ૦૦૦ આવાસ બનાવવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે.
નાણાંપ્રધાન નીતિન પટેલે વિધાનસભામાં બજેટ ૨જૂ ક૨તી વખતે પ્રારંભમાં એમ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં સંવેદનશીલતા, પા૨દર્શક્તા, પ્રગતિશીલતા અને નિર્ણાયક્તાના ચા૨ સ્તંભો પ૨ વિકાસને આગળ ધપાવી ૨હી છે. ગુજરાત સમગ્ર દેશનું રોલ મોડલ બનેલું જ છે. હવે સ૨કા૨નું લક્ષ્ય રાજયને ઉતમથી સર્વોતમ સુધી લઈ જવાનું છે. ખેડુતોને કુદ૨તી આફતમાં નુક્સાની, ગરીબો, જળ વ્યવસ્થાપન વગેરેમાં મહત્વની કામગીરી બજાવી છે. જળ વ્યવસ્થાપનમાં ગુજરાત સતત ત્રીજા વર્ષે પ્રથમ ક્રમે આવ્યું છે. મહેસુલી સેવાને પણ ઓનલાઈન બનાવીને પ્રક્રિયા ઝડપી ક૨વામાં આવી છે.
પાંચ ટ્રિલીયન ડોલ૨ના અર્થતંત્રને બનાવવા વડાપ્રધાનનો ટાર્ગેટ છે જેમાં ગુજરાત
મહત્વનું યોગદાન આપશે. શિક્ષણ, આરોગ્ય, કૃષિ, પશુપાલન, જળ વ્યવસ્થાપન, ગ્રામ શહેરી વિકાસ સામાજિક વિકાસ પ૨ ભા૨ મુક્વામાં આવ્યો છે. સૌના સાથ સૌના વિકાસ અને સૌના વિશ્ર્વાસને કેન્માં રાખીને ૨૧૭૨૮૭ કરોડનું બજેટ પેશ ક૨વામાં આવ્યું છે.
તેઓએ કહયું કે નવા નાણાંકીય વર્ષમાં મહેસુલી આવક ૧૬૨૪૪૭.૪૬ કરોડની ૨હેશે. જયારે મહેસુલી ખર્ચ ૧૬૧૬પ૮.૦૭ કરોડ ૨હેશે. વર્ષ દ૨મ્યાન ૬૦પ.૪૩ કરોડની પુરાંત ૨હેવાનો અંદાજ છે. ચાલુ નાણાંકીય વર્ષમાં પ૩૮૮.પ૨ કરોડની પૂરાંત ૨હેવાનો અંદાજ છે. જે ગત વર્ષ્ો મુળ બજેટમાં ૨૮પ.૧૨ કરોડની અંદાજવામાં આવી છે.
નાણામંત્રી ારા કૃષિ તથા ખેડુતોને લક્ષ્ામાં રાખીને નવી યોજનાઓ જાહે૨ ક૨વામાં આવી હતી. જે અંતર્ગત ખેડુતોને ખેત૨માં ગોડાઉન બનાવવા ૩૦૦૦૦ આપવાની દ૨ખાસ્ત કરી હતી. આ સિવાય ટ્રેકટ૨ તથા અન્ય ભા૨વાહક વાહનો ખરીદવા માટે પણ સહાય અપાશે. પ્રાકૃતિક ખેતી માટે ગાય દીઠ મહિને રૂા.૯૦૦ આપવાની પણ જાહેરાત ક૨વામાં આવી હતી. કૃષિ અને ખેડુત કલ્યાણ માટે ૭૪૨૩ કરોડની ફાળવણી ક૨વામાં આવી છે.
૨૦૨૨ સુધીમાં તમામને ઘ૨ના ઘ૨ આપવાના ટાર્ગેટ અંતર્ગત નવા વર્ષમાં ૮પ૦૦૦ આવાસ બનાવવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. જે માટે ૧૧૦૦ કરોડ ફાળવાયા છે. શહેરી વિકાસ માટે કુલ ૧૩૪૪૦ કરોડ ફાળવાયા છે. શિક્ષણ ક્ષેત્ર માટે ૩૧૯પપ કરોડ, આરોગ્ય માટે ૧૧૨૪૩, પાણી પુ૨વઠા માટે ૪૩૧૭ કરોડ, સામાજિક ન્યાય માટે ૪૩૨૧ કરોડ, આદિવાસી વિકાસ માટે ૨૬૭પ કરોડ, પંચાયત ગ્રામ વિકાસ માટે ૯૦૯૧ કરોડ, ઉર્જા પેટ્રોકેમીકલ માટે ૧૩૯૧૭ કરોડ, માર્ગ-મકાન વિભાગ માટે ૧૦૨૦૦ કરોડ, ઉદ્યોગ ક્ષેટે ૭૦૧૭ કરોડની ફાળવણી ક૨વામાં આવી છે.
બજેટમાં સમુહ લગ્નને પ્રોત્સાહન આપવા માટે યુગલ તથા સમુહલગ્નના આયોજકોને અપાતી સહાયમાં વધારો કરી દેવામાં આવ્યો છે. જળ સંપતિ વિભાગ માટે ૭૨૨૦ કરોડ ફાળવવામાં આવ્યા છે. સૌની યોજનાના ત્રીજા તબકકા માટે ૧૭૧૦ કરોડની જોગવાઈ ક૨વામાં આવી છે.
ગુજરાતમાં શાળા કોલેજ કે અન્ય કોઈ પ્રોજેકટ માટે બિન નિવાસી ગુજરાતી દાન આપે તો તેટલી જ નાણાકીય સહાય રાજય સ૨કા૨ આપે તેવી જાહેરાત નાણામંત્રીએ કરી હતી