The Supreme Court dismissed Bilkis Bano's review petition

ટાટા સન્સ અને સાયરસ મિસ્ત્રી વચ્ચે ચાલી રહેલા વિવાદમાં મિસ્ત્રીએ દાખલ કરેલી રીવ્યૂ પિટિશનને સુપ્રીમ કોર્ટે સ્વીકારી લીધી છે. આ રિવ્યૂ પિટિશન અંગે સુપ્રીમ કોર્ટ નવ માર્ચના રોજ સુનાવણી કરશે.આ કેસ સાયરસ મિસ્ત્રીને ટાટા ગ્રૂપના ચેરમેન પદેથી હાંકી કાઢવા સંબંધિત છે.

અગાઉ આ કેસમાં સુપ્રીમ કોર્ટે માર્ચ 2021માં આપેલા ચુકાદામાં સાયરસ મિસ્ત્રીને ટાટા સન્સના ચેરમેન પદેથી દૂર કરવાના નિર્ણયને માન્યો રાખ્યો હતો. ઉપરાંત નાદારી કોર્ટ એનસીએલએટી એ સાયરસ મિત્રીને ફરી ટાટા ગ્રૂપના ચેરમેન બનાવવા કરેલા આદેશને પણ રદ કર્યો હતો. જેની સામે મિસ્ત્રીએ સુપ્રીમ કોર્ટમાં રિવ્યૂ પિટિશન દાખલ કરી છે.
ઉલ્લેખનીય છ કે, આ રિવ્યુ પિટિશનને 15 ફેબ્રુઆરીના રોજ ચીફ જસ્ટિસ એન.વી. રમણાની આગેવાની હેઠળની ત્રણ જજોની ખંડપીઠે દ્વારા વિચારણા માટે લેવામાં આવી હતી. જેમાં બહુમતીના આધારે, સાયરસ મિસ્ત્રીએ દાખલ કરેલી રિવ્યૂ પિટિશન પર મૌખિક સુનાવણીની માંગ કરતી અરજીને મંજૂરી આપવામાં આવી હતી.સાયરસ મિસ્ત્રીએ સુપ્રીમ કોર્ટમાં કરેલી સમીક્ષા અપીલમાં લઘુમતી શેરધારકોના શોષણનો આક્ષેપ કર્યો હતો અને જેમાં ઉદાહરણ તરીકે પોતાને ટાટા ગ્રૂપના ચેરમેન પદ પરથી હટાવવાની ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો.