ટાટા સ્ટીલે તેના કોરોના અસરગ્રસ્ત કર્મચારીઓના કુટુંબોના સભ્યો માટે સોસિયલ સિક્યોરિટીઝ સ્કીમ્સની જાહેરાત કરી છે. કંપનીએ રવિવારે જાહેરાત કરી હતી કે જો કર્મચારીનું કોરોનાથી મોત થશે તો તેમના પરિવારને આ કર્મચારી 60 વર્ષના થાય ત્યાં સુધી છેલ્લાં પગાર મુજબ પગાર ચાલુ રહેશે.

આ ઉપરાંત પરિવારને મેડિકલ બેનિફિટ અને હાઉસિંગ સુવિધાઓ પણ ચાલુ જ રહેશે. પોતાના કર્મચારીઓ સાથે જીવ ગુમાવનારા ફ્રન્ટલાઈન કર્મચારીઓના બાળકોના ભણવાના ખર્ચને લઈને પણ મહત્વની જાહેરાત કરવામાં આવી છે. કંપનીએ કહ્યું છે કે આવા કર્મચારીઓના બાળકોનું ગ્રેજ્યુએશન પૂર્ણ થાય ત્યાં સુધી ભારતમાં ભણવાનો ખર્ચ ટાટા સ્ટીલ ઉપાડશે. કંપનીએ આ પ્રકારનો નિર્ણય લીધા બાદ સોશિયલ મીડિયા પર ઘણી જ વાહવાહી થઈ રહી છે.