Palitana AIMS

ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા રસાયણ અને ખાતર ડો. મનસુખભાઈ માંડવિયા દ્વારા પાલિતાણાની હોસ્પિટલ ખાતે ટેલીમેડીસીન સેવાઓનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. પાલિતાણામાં સર માનસિંહજી હોસ્પિટલને કેન્દ્રીય પ્રધાન માંડવિયાની ઉપસ્થિતિમાં એઈમ્સરાજકોટ સાથે જોડવામાં આવી છે. ટેલીમેડિસીન સેવાઓના પ્રારંભથી પાલિતાણા અને આસપાસના વિસ્તારોના દર્દીઓને જરૂર પડ્યે રાજકોટની એઈમ્સના ડોક્ટરોની સારવારલક્ષી સલાહ ઓનલાઈન ઉપલબ્ધ થશે અને પાલિતાણાના ડોક્ટર્સને પણ સહયોગ પ્રાપ્ત થશે.

આ અંગે ડો. માંડવિયાએ કહ્યું હતું, ‘પાલિતાણા તથા આસપાસના તાલુકાઓના લોકોને તજજ્ઞોની સેવાઓ મળી રહે તે માટે AIIMS રાજકોટ સાથે જોડાણ કરી AIIMS રાજકોટના સ્પેશ્યાલિસ્ટ ડોકટરોની સેવાઓ પાલિતાણા ખાતે ટેલીમેડીસીન મારફત મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે અને AIIMS રાજકોટ એક હબ તરીકે કામ કરશે. જેના કારણે પાલિતાણાથી અગાઉ દર્દીઓને અમદાવાદ કે રાજકોટ રિફર કરવામાં આવતા હતા તેના સ્થાને હવે સ્થાનિક સર માનસિંહજી હોસ્પિટલમાં જ એઈમ્સરાજકોટના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર્સનું માર્ગદર્શન મળી રહેશે અને દર્દીના સમય અને નાણાંની બચત થશે.’

આ નવી સુવિધાથી હૃદયરોગ, કિડનીના રોગો, કૅન્સર, સાયકિયાટ્રીસ્ટ વગેરે તજજ્ઞોની સેવાઓ મળતા બહારગામ ધક્કા ખાવામાંથી મુક્તિ મળશે.