(PTI Photo/Shashank Parade)

વૈશ્વિક વેચાણમાં ઘટાડા વચ્ચે ઇલોન મસ્કની માલિકીની ઇલેક્ટ્રિકલ કાર કંપની ટેસ્લા 15 જુલાઈએ મુંબઈમાં ભારતનો પ્રથમ શોરૂમ ખોલ્યો હતો. શહેરના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC)માં 4,000 ચોરસ ફૂટની જગ્યામાં આ શોરૂમ ભારતીય બજારમાં ટેસ્લાની બહુપ્રતિક્ષિત એન્ટ્રી દર્શાવે છે. કંપની જુલાઇના અંત ભાગમાં નવી દિલ્હીમાં બીજો શોરૂમ ખોલે તેવી શક્યતા છે.

ઇલોન મસ્કની કંપનીએ હજુ સુધી ભારતમાં ઉત્પાદન પ્લાન્ટ અથવા એસેમ્બલી સુવિધા માટેની યોજનાઓની પુષ્ટિ કરી નથી, પરંતુ શોરૂમની શરૂઆત ગ્રાહક હિત અને બજારની સંભાવનાને માપવા માટે એક વ્યૂહાત્મક પગલા તરીકે જોવામાં આવે છે.

શોરૂમ હાલમાં ટેસ્લાના સંપૂર્ણ ઇલેક્ટ્રિક SUV મોડેલ Yનું વેચાણ ચાલુ થશે. આ મોડલની પ્રારંભિક કિંમત આશરે રૂ.60 લાખ છે.

અગાઉ ઇલેક્ટ્રિક વાહન (EV) ક્ષેત્રની આ દિગ્ગજ કંપનીએ X (અગાઉ ટ્વિટર) પર તેનું પહેલું ટીઝર પોસ્ટ કર્યું હતું, તેમાં “ભારત” અને “જુલાઈ 2025” શબ્દો સાથે બહુમાળી ઇમારતો દર્શાવવામાં આવી હતી. કંપની આગામી મહિનાની શરૂઆતમાં ડિલિવરી શરૂ કરશે. વૈશ્વિક વેચાણમાં ઘટાડો થયો છે ત્યારે ટેસ્લા વિશ્વના ત્રીજા સૌથી મોટા ઓટોમોબાઈલ બજારમાં પ્રવેશ કરીને ઘટતા વેચાણનો સામનો કરવા માગે છે.

બ્લૂમબર્ગે ગયા મહિને એક રીપોર્ટમાં જણાવ્યું હતું કે ટેસ્લાની ચીન ફેક્ટરીમાંથી મોકલવામાં આવેલી કારનો પહેલો સેટ – મોડેલ Y રીઅર-વ્હીલ ડ્રાઇવ SUV – ભારતમાં આવી ગયો છે. મોડેલ Y વિશ્વની સૌથી વધુ વેચાતી ઇલેક્ટ્રિક કાર છે. ભારતમાં ૪૦,૦૦૦ ડોલરથી ઓછી કિંમતની ફુલી બિલ્ડ કારની આયાત પર 70 ટકા આયાત જકાત લાગુ પડે છે.

LEAVE A REPLY