અમદાવાદ નજીક પીપળજ રોડ પર ટેક્સટાઇલ ગોડાઉનમાં વિસ્ફોટ બાદ ફાયર એન્ડ ઇમર્જન્સી સર્વિસિસના જવાનો કાટમાળમાંથી મૃતદેહ બહાર કાઢી રહ્યા છે. જવાનોએ કાટમાળમાંથી 12 વ્યક્તિને બહાર કાઢીને એલજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યાં હતા. . (PTI Photo)

અમદાવાદના પીરાણા પીપળજ રોડ પર નાનુકાકા એસ્ટેટમાં આવેલા કાપડના ગોડાઉનમાં બુધવારે બોઈલર ફાટતા પ્રચંડ વિસ્ફોટ થયો હતો અને દિવાલો ધરાશાયી થઇ હતી. વિસ્ફોટને કારણે લાગેલી આગમાં ઓછામાં ઓછા નવ લોકોના મોત નીપજ્યા છે.

ભીષણ આગમાં છ જણા ગંભીર રીતે દાઝી જતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. છ માંથી પાંચની હાલત વધુ ગંભીર હોવાનું સામે આવ્યું છે. રાહત અને બચાવ કામગીરી માટે ઘટનાસ્થળે ફાયર બ્રિગેટની 12 ગાડીઓ પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવાની કામગીરી હાથ ઘરી હતી.

આગની ઘટનામાં ચાર લોકોના મોત થયા છે જ્યારે ધરાશાયી થયેલી છત નીચે ચારથી પાંચ લોકો દટાયા હોવાની આશંકા છે. ફાયર વિભાગના અનેક કર્મચારીઓ ધરાશાયી થયેલી છતનો કાટમાળ ખસેડવાની અને તેમાં કોઈ ફસાયુ છે કે કેમ તેની શોધખોળ થઈ રહી છે.