શિકાગો ખાતે તાજેતરમાં ચોથા વાડીલાલ ઈન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નિમિત્તે મલ્હાર ઠાકર અભિનીત ગુજરાતી ફિલ્મ ‘લોચા લાપસી’નો પ્રીમિયર શો યોજાયો હતો. આ મેગા ઓપનિંગ નાઈટમાં ગુજરાતી સિનેમાને સેલિબ્રેટ કરવા માટે મોટી સંખ્યામાં દર્શકો ઉપસ્થિત રહ્યા હતા.

અગાઉ ફેસ્ટિવલ 2018માં ન્યૂજર્સીમાં, 2019માં લોસ એન્જલસમાં અને વૈશ્વિક મહામારીના કારણે બે વર્ષના ગાળા પછી 2022માં આટલાન્ટામાં યોજાયો હતો. ખૂબ જ લોકપ્રિય થયેલા આ ફેસ્ટિવલમાં દર વર્ષે 5,000થી વધુ પ્રેક્ષકો હાજરી આપે છે.

7થી 9 જુલાઇ દરમિયાન યોજાયેલ IGFFની ચોથી આવૃત્તિની ઓપનિંગ નાઈટમાં રેડ કાર્પેટ પર શિકાગોના જાણીતા મહાનુભાવો સાથે ફેસ્ટિવલના જ્યૂરી સભ્યો ગોપી દેસાઈ, જય વસાવડા અને એસ.જે. શિરો, ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના હાર્ટથ્રોબ મલ્હાર ઠાકર, સુપ્રસિદ્ધ ગુજરાતી લોક ગાયક અતુલ પુરોહિત, અભિનેતા દર્શન પંડ્યા, ગુજરાતી ફિલ્મ દિગ્દર્શક નિરજ જોષી અને ફિલ્મ નિર્માતા મિલાપ સિંહ જાડેજાએ હાજરી આપી હતી. ફેસ્ટિવલના આયોજકો કૌશલ આચાર્ય અને હેમંત બ્રહ્મભટ્ટ સમક્ષ દર વર્ષે આ જ રીતે ગુજરાતી ફિલ્મોનું વધુને વધુ સ્ક્રીનીંગ પોતાના શહેર કરાવવાની પ્રેક્ષકોએ માગ કરી હતી.

LEAVE A REPLY

20 − 6 =