ફિલ્મોની સાથે લોકપ્રિય થયેલા ડિજિટલ પ્લેટફોર્મ-ઓટીટી પર મનોરંજનનો અખૂટ ખજાનો જોવા મળે છે. આ સમયમાં ઓટીટી પર પણ ઘણી રસપ્રદ ફિલ્મો અને વેબ સિરીઝ રીલીઝ છે. જેમાં થ્રિલર, કોમેડી, હોરર અને મ્યુઝિક સહિત વિવિધ જોનરનો સમાવેશ થાય છે.
ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શર્મા શો સીઝન 3
આ શોની ત્રીજી સીઝન 19 જુલાઈથી નેટફ્લિક્સ પર આવી ગઇ છે. તેમાં આ વખતે પણ તેનાં જુના કલાકારો અને જજીસ જોવા મળે છે. કપિલ શર્મા, અર્ચના પુરણસિંહ, નવજોતસિંહ સિદ્ધુ, કૃષ્ણા અભિષેક, કિકુ શારદા અને સુનિલ ગ્રોવર ફરી લોકોનું મનોરંજન કરી રહ્યા છે. પહેલા એપિસોડમાં અજય દેવગનની ફિલ્મ ‘સન ઓફ સરદાર 2’ની ટીમ, વિજય કુમાર અરોરા, નીરુ બાજવા, વિંદ દારાસિંઘ, સંજય મિશ્રા, રવિ કિશન સહીતના કલાકારો ફિલ્મના પ્રમોશન માટે આવ્યા હતા.
સ્પેશિયલ ઓપ્સ સીઝન 2
હિન્દી સ્પાય એક્શન સિરીઝની આ બીજી સીઝન છે, જેમાં કે કે મેનન, પ્રકાશ રાજ, વિનય પાઠક, તાહિર રાજ ભસિન, કરણ ટેકર, સૈયામી ખેર અને મુઝમ્મિલ ઇબ્રાહીમ જેવા કલાકારો છે. કેકે મેનન આ સિરીઝમાં લીડ રોલમાં છે. 2020માં 17 માર્ચે આ સિરીઝની પહેલી સીઝન રિલીઝ થઈ હતી. આ શોની પહેલી સીઝનમાં રો એજન્ટની વાત હતી, જે ત્રાસવાદી હુમલાઓની એક જ પેટર્ન જોઈને એક શંકાસ્પદ વ્યક્તિને શોધી કાઢે છે. ફરી કેકે મેનન હિમ્મત સિંહના લીડ રોલમાં જોવા મળશે. આ સિરીઝ પહેલાં 11 જુલાઈએ રિલીઝ થવાની હતી, પછી તે 18 જુલાઈએ પોસ્ટોન થઈ હતી. આ વખતે રો એજન્ટ સાઇબર ક્રાઇમ સામેનો પડકાર ઝીલશે, જે ડિજીટલ યુગમાં રાષ્ટ્રીય સુરક્ષા સાથે કામ કરશે.
ગૂટરગૂ
આશ્લેષા ઠાકુર અને વિશેષ બંસલ આ સીરિઝમાં મુખ્ય ભૂમિકામાં છે, જે 17 જુલાઈથી એમએક્સ પ્લેયર અને પ્રાઇમ વીડિયો પર દર્શાવવામાં આવે છે. આ ટીનેજ રોમેન્ટિક ડ્રામા સિરીઝ છે, જેમાં રિતુ અને રાજનો સ્કૂલ રોમાન્સ દર્શાવાયો છે. તેઓ મોટાં થાય છે અને તેમની લોંગ ડિસ્ટન્સ રિલેશનશિપના પડકારો તેમને સમજાય છે.
