નિર્દોષ
(PTI Photo)

બોમ્બે હાઇકોર્ટે 11 જુલાઈ, 2006માં મુંબઈની લોકલ ટ્રેનમાં થયેલા બોંબ વિસ્ફોટના કેસમાં તમામ 12 આરોપીને સોમવાર, 21 જુલાઇએ નિર્દોષ જાહેર કર્યા હતાં. ૧૧ જુલાઈ, ૨૦૦૬ના રોજ પશ્ચિમ લાઇન પર વિવિધ સ્થળોએ મુંબઈ લોકલ ટ્રેનોમાં સાત વિસ્ફોટ થયા હતા, જેમાં ૧૮૦ થી વધુ લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા.

હાઇકોર્ટે આ કેસમાં સેશન કોર્ટમાં દોષિત ઠરેલા 12માંથી 11 આરોપીને તમામ આરોપોમાંથી મુક્ત કર્યા હતાં એક આરોપીનું અપીલ પ્રક્રિયા દરમિયાન મોત થયું હતું. 19 વર્ષ બાદ આવેલા આ ચુકાદામાં હાઇકોર્ટે તેના ચુકાદામાં જણાવ્યું હતું કે આરોપીઓ પાસે દબાણપૂર્વક ગુનો કબૂલાવવામાં આવ્યો હતો, જે કાયદાકીય રીતે માન્ય નથી.

હાઇકોર્ટની સ્પેશિયલ ખંડપીઠે જણાવ્યું હતું કે કેસમાં રજૂ કરાયેલા પુરાવા વિશ્વસનીય નથી. આરોપીઓ વિરુદ્ધ રજૂ કરવામાં આવેલા પુરાવામાં ગંભીર ખામીઓ જોવા મળી હતી. સુરક્ષા એજન્સીઓને પડકારતાં બચાવ પક્ષના તર્કોને ન્યાયસંગત માનવામાં આવ્યા છે. અમુક એવા પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા, જે નક્કર નથી. કથિત આરડીએક્સ અને અન્ય સામગ્રીની જપ્તી મુદ્દે પણ સાયન્ટિફિકલી કોઈ પુરાવો રજૂ કરાયા નથી.

આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓએ 11 જુલાઈ, 2006ના રોજ મુંબઈના ટ્રેનના સાત કોચમાં એક-બાદ-એક બોમ્બ બ્લાસ્ટ થયા હતાં. જેમાં 189 મુસાફરો માર્યા ગયા હતાં, અને 824 લોકો ઘાયલ થયા હતા. 11 જુલાઈના રોજ સાંજે 6.24થી 6.35 વાગ્યે એક પછી એક સાત વિસ્ફોટ થયા હતા. આ વિસ્ફોટ ખાર, બ્રાંદા, જોગેશ્વરી, માહિમ, બોરીવલી, માટુંગા અને મીરા-ભાયંદર રેલવે સ્ટેશન પાસે થયા હતા. જેમાં 13 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. નીચલી કોર્ટે પાંચ લોકોને મૃત્યુદંડ અને સાત લોકોને આજીવન કારાવાસની સજા ફટકારી હતી.

LEAVE A REPLY