FILE PHOTO this screen grab taken from a video obtained by Reuters/via REUTERS

રશિયાની આર્મીએ દક્ષિણ યુક્રેનમાં એક મોટા ડેમને વિસ્ફોટકો વડે ઉડાવી દીધો હોવાથી નીચાણવાળા વિસ્તારોમાં પૂરનું જોખમ ઊભું થયું હોવાનો યુક્રેનને મંગળવારે દાવો કર્યો હતો. આ સોવિયેત યુગમાં બનેલો રશિયાના કબજા હેઠળના યુક્રેનના વિસ્તારમાં છે. જોકે રશિયાએ આ ડેમ તોડવાનો યુક્રેન પર આક્ષેપ કર્યો હતો.

યુક્રેન 10 ગામ અન ખેરસોન શહેરના કેટલાંક લોકોને સુરક્ષિત સ્થળો પર ખસી જવા માટે અપીલ કરી હતી. યુક્રેન આર્મીના અધિકારીએ સવારે સાત વાગ્યે ટેલીગ્રામ પર એક વીડિયો પોસ્ટ કરીને કહ્યું હતું કે, રશિયન સેનાએ વધુ એક આતંકી કૃત્યને અંજામ આપીને ડેમને વિસ્ફોટકો વડે ઉડાવી દીધો છે. જેના કારણે પાંચ કલાકની અંદર પાણી ખતરનાક સ્તર પર પહોંચી જશે.

આ ડેમ 30 મીટર (યાર્ડ્સ) ઊંચો અને 3.2 કિમી (2 માઇલ) લાંબો છે. તે અમેરિકાના રાજ્ય ઉટાહ આવેલા ગ્રેટ સોલ્ટ લેક જેટલું પાણી ધરાવે છે. તે 1956માં કખોવકા હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટના ભાગ રૂપે ડીનીપ્રો નદી પર બાંધવામાં આવ્યો હતો. તે ક્રિમિઅન દ્વીપકલ્પને પણ પાણી પૂરું પાડે છે. ડેમ ઝાપોરિઝ્ઝિયા પરમાણુ પ્લાન્ટને પણ પાણી પૂરું પાડે છે, જે રશિયન નિયંત્રણ હેઠળ પણ છે.

ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી (IAEA)એ જણાવ્યું હતું કે ડેમ તૂટવાને કારણે પરમાણુ પ્લાન્ટમાં તાત્કાલિક પરમાણુ સુરક્ષા સામે જોખમ નથી, પરંતુ તે પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે. પ્લાન્ટના વડાએ પણ જણાવ્યું હતું કે સ્ટેશન પર કોઈ વર્તમાન ખતરો નથી.

યુક્રેનના પ્રેસિડન્ટ વોલોદિમિર ઝેલેન્સકીએ નુકસાન માટે રશિયાને જવાબદાર ઠેરવીને જણાવ્યું હતું કે કાખોવકા હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ ડેમનો વિનાશ સમગ્ર વિશ્વ માટે સંદેશ છે કે તેમને યુક્રેનિયન જમીનના દરેક ખૂણેથી હાંકી કાઢવા જોઈએ.”

LEAVE A REPLY

three × 3 =