New chatbot bug hits Google for $100 billion
સિલિકોન વેલીમાં ગૂગલનું હેડક્વાર્ટર (istockphoto.com)

ભારતીય સ્પર્ધા પંચ (CCI)ના આદેશ સામે સ્ટે આપવાનો ઇનકાર કરવા સાથે એપેલેટ ટ્રિબ્યુનલે ગૂગલને મંગળવારે મોટો આંચકો આપ્યો હતો.. ગૂગલને રૂ.1337 કરોડની પેનલ્ટી ચૂકવવાના CCIના આદેશ સામે ગૂગલે ટ્રિબ્યુનલમાં અપીલ કરી હતી, જેને ટ્રિબ્યુનલે ફગાવી દીધી હતી. નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલ (NCLAT)એ ગૂગલને પેનલ્ટીની ૧૦ ટકા રકમ જમા કરવા પણ આદેશ કર્યો હતો.

ભારતમાં ગૂગલને તેની એન્ડ્રોઇડ સ્માર્ટફોન ઓપરેટિંગ સિસ્ટમમાં પ્રભુત્વનો દુરુપયોગ કરવા બદલ સ્પર્ધા પંચે રૂ.1337.76 કરોડનો દંડ ફટકાર્યો હતો. ગયા વર્ષે ઓક્ટોબરમાં સ્પર્ધા પંચે ગૂગલને એન્ડ્રોઇડ પ્લેટફોર્મ પર સ્માર્ટફોન યુઝર્સને એપ્સ અનઇન્સ્ટોલ કરવા તેમજ પોતાની પસંદગીનું સર્ચ એન્જિન પસંદ કરવાની મંજૂરી આપવા કહ્યું હતું. સ્પર્ધા પંચનો આદેસ ૧૯ જાન્યુઆરીથી અમલી બનવાનો હતો.

NCLATએ સ્પર્ધા પંચને નોટિસ ઇશ્યૂ કરીને ૧૩ ફેબ્રુઆરીના રોજ કેસની સુનાવણી માટે નિર્દેશ કર્યો હતો. ગૂગલે સ્પર્ધાપંચના નિર્દેશન પડકારતી વખતે એવી દલીલ કરી હતી કે તેને લીધે ગ્રાહકની સુરક્ષા અને એન્ડ્રોઇડના અનુભવ પર અસર થઈ શકે. ઉપરાંત, સ્માર્ટફોનના ભાવમાં પણ વધારો થવાની શક્યતા છે. કેસની સુનાવણી વખતે ગૂગલ વતી સિનિયર એડવોકેટ અભિષેક મનુ સિંઘવીએ સ્પર્ધા પંચ દ્વારા ૨૦ ઓક્ટોબરે અપાયેલા આદેશ પર તાત્કાલિક સ્ટે આપવાની માંગણી કરી હતી.

LEAVE A REPLY

14 + 7 =