બોલીવુડ અભિનેત્રી પત્ની અનુષ્કા શર્મા સાથે વિરાટ કોહલી (ANI Photo)

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલીની નેટવર્થ વધીને રૂ.1,050 કરોડ થઈ હોવાનો બેંગલુરુ સ્થિત ટ્રેડિંગ અને ઇન્વેસ્ટિંગ કંપની સ્ટોકગ્રો અંદાજ આપ્યો હતો. કંપનીએ ફોર્બ્સ, DNA, MPL, Startuptalkyને તેના સ્ત્રોત તરીકે ટાંક્યા હતાં.

કોહલીનો વિશ્વના સૌથી વધુ કમાણી કરનારા ખેલાડીઓમાં સામેલ છે. કોહલી ભારતીય ક્રિકેટ ટીમનો ગ્રેડ A પ્લસ ખેલાડી છે. તેનાથી તેને વાર્ષિક સાત કરોડ રૂપિયાનો પગાર મળે છે. તેની ફી દરેક ટેસ્ટ માટે 15 લાખ રૂપિયા, વનડે માટે 6 લાખ રૂપિયા અને T20 માટે 3 લાખ રૂપિયા છે. તેને T20 લીગ રમવા માટે દર વર્ષે 15 કરોડ રૂપિયા મળે છે.
વિરાટ કોહલીએ અનેક સ્ટાર્ટઅપ કંપનીઓમાં રોકાણ કર્યું છે. જેમાં મોબાઈલ ગેમિંગ, ફેશન વેર અને ફિનટેક કંપનીઓનો સમાવેશ થાય છે. કોહલીએ રેસ, બ્લુ ટ્રાઈબ, યુનિવર્સલ સ્પોર્ટ્સબિઝ, MPL, ડિજીટ અને સ્પોર્ટ્સ કોન્વો જેવી ઘણી સ્ટાર્ટઅપ કંપનીઓમાં રોકાણ કર્યું છે. કોહલીએ લંડન સ્થિત સોશિયલ મીડિયા સ્ટાર્ટઅપ સ્પોર્ટ્સ કોન્વોમાં 25 વર્ષની ઉંમરે પ્રથમ રોકાણ કર્યું હતું.

સ્ટોકગ્રો અનુસાર, કોહલી બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી દરરોજ 7.5 થી 10 કરોડ રૂપિયાની કમાણી કરે છે. કોહલીના પોર્ટફોલિયોમાં 25થી વધુ બ્રાન્ડનો સમાવેશ થાય છે. આમાં ચીનની સ્માર્ટફોન કંપની વિવો, મિન્ત્રા, ટેક્સી એગ્રીગેટર ઉબર, ટાયર કંપની MRF, સિન્થોલ, વોલિની, ટુ યમ, ફાયર બોલ્ટ જેવી બ્રાન્ડનો સમાવેશ થાય છે.

સોશિયલ મીડિયા પર વિરાટ કોહલીના 253 મિલિયન ફોલોઅર્સ છે. કોહલી ઈન્સ્ટાગ્રામ પર દરેક પોસ્ટ માટે 8.9 કરોડ રૂપિયા લે છે. તેવી જ રીતે, ટ્વિટર પર, તે દરેક પોસ્ટ માટે 2.5 કરોડ રૂપિયા લે છે. કોહલી દિલ્હીના આરકે પુરમ વિસ્તારમાં ન્યુએવા નામની મલ્ટી-કુઝીન રેસ્ટોરન્ટનો પણ માલિક છે. જે દક્ષિણ અમેરિકન ફૂડ માટે પ્રખ્યાત છે.

LEAVE A REPLY

7 − one =