ગુજરાત સરકારે મહેસાણા જિલ્લામાં આવેલા પ્રખ્યાત યાત્રાધામ બહુચરાજી મંદિરના શિખરની ઊંચાઈને વધારીને 81 ફૂટ કરવાનો બુધવારે નિર્ણય કર્યો હતો. બહુચરાજી ખાતે મંદિરના નવનિર્માણ અંગે કેબિનેટમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. લગભગ ચાર માસ અગાઉ શિખરની ઊંચાઈ 71 ફૂટ રાખવા સંદર્ભે જાહેરાત કરાઈ હતીજેમાં બદલાવ કરવામાં આવ્યો છે. 

કેબિનેટની બેઠક પછી પ્રવકતા પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કેમુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે શ્રદ્ધાળુઓની લાગણી ધ્યાને રાખીને શ્રી બહુચર માતાજીના ભવ્ય નિર્માણ માટે મંજૂરી આપી છે.  સોમનાથદ્વારકાપાવાગઢના મંદિરના વિકાસની જેમ જ બહુચરાજી મંદિરનું રૂ. 70 કરોડના ખર્ચે પુનઃ નિર્માણ કરાશે.  

મુખ્યપ્રધાન સીધા માર્ગદર્શન અને ઉદ્યોગ પ્રધાન બલવંતસિંહ રાજપૂતના દિશાનિર્દેશ હેઠળ રાજ્ય સરકારના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા માઈભક્તોની આસ્થાને ધ્યાને રાખીને બંસીપહાડપુર પથ્થરમાંથી આ મંદિરનું નિર્માણ કરવામાં આવશે. મંદિર પરિસરના સર્વગ્રાહી વિકાસની કામગીરી હાથ ધરવા માટે રાજ્ય સરકાર દ્વારા ૭૦ કરોડથી વધુનો ખર્ચ કરવાનું આયોજન છે.  

ઉલ્લેખનીય છે કેહાલનું બહુચરાજી મંદિર ૧૮મી સદીના અંતમાં માનાજીરાવ ગાયકવાડના શાસન દરમિયાન બાંધવામાં આવ્યું હતું અને રેતીના પથ્થરનો ઉપયોગ કરીને તેનું નિર્માણ કરવામાં આવ્યું હતું . 

LEAVE A REPLY

2 × 3 =