પીઢ અભિનેતા જેકી શ્રોફના પુત્ર અને એક્શન સ્ટાર ટાઇગર શ્રોફે હવે ફરીથી ગાયકીમાં નસીબ અજમાવ્યું છે. તેણે એડવર્ડ માયા તથા ઝહરા એસ ખાન સાથે એક મ્યુઝિક વીડિયો બનાવ્યો છે. આ વીડિયો માટે સંગીત તનિષ્ક બાગચીએ આપ્યું છે. તેમાં વેસ્ટર્ન અને ઈન્ડિયન ફ્યૂઝન હોવાની સંભાવના છે. ટાઈગરે અગાઉ કેટલાક આલ્બમમાં પોતાનો સૂર આપ્યો છે. હિરોપંતી ટૂ સહિતની ફિલ્મોમાં પણ તેણે ગીત ગાયાં છે. છેલ્લા કેટલાય સમયથી ટાઈગરની કારકિર્દી અટકી પડી છે. તેની ‘બાગી થ્રી’ અને ‘હિરોપંતી ટૂ’ જેવી ફિલ્મો ખાસ ચાલી નથી. હવે તેને ‘ગણપત’ ફિલ્મ પર આશા છે.

 

LEAVE A REPLY

eleven − 9 =