The most popular monuments are Taj Mahal
(PTI Photo)

પ્રવાસન વિભાગના એક રીપોર્ટ મુજબ 2021-22માં કેન્દ્ર દ્વારા સંરક્ષિત ટિકિટવાળા સ્મારકોમાં સ્થાનિક પ્રવાસીઓમાં તાજમહલ સૌથી લોકપ્રિય રહ્યો હતો, જ્યારે વિદેશી પ્રવાસીઓમાં તમિલનાડુમાં મમલ્લાપુરમના સ્મારકો સૌથી લોકપ્રિય રહ્યા હતા. 2021-22માં મમલ્લાપુરમના સ્મારકોની 0.14 મિલિયન વિદેશી પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી, જ્યારેતાજમહલની મુલાકાત લેનારા વિદેશી પ્રવાસીઓની સંખ્યા 0.038 મિલિયન રહી હતી.

કેન્દ્રીય પ્રવાસન મંત્રાલયના રિપોર્ટ મુજબ સ્થાનિક પ્રવાસીઓમાં તાજમહલ ભારતનું સૌથી વધુ લોકપ્રિય પ્રવાસન સ્થળ છે, જ્યારે યુનેસ્કો માન્યતા પ્રાપ્ત દિલ્હી સ્થિત લાલ કિલ્લો અને કુતુબ મીનાર અનુક્રમે દ્વિતીય અને તૃતીય ક્રમે સૌથી વધુ લોકપ્રિય પ્રવાસન સ્થળો માટે પસંદ થયા છે. 2021-22માં તાજમહલને જોવા 32.9 લાખ સ્થાનિક પ્રવાસીઓ આવ્યા, જ્યારે લાલ કિલ્લાને 13.2 અને કુતુબ મીનારે 11.5 લાખ ભારતીયો જોવા આવ્યા હતા.

યૂનેસ્કોની વિશ્વ ધરોહર સ્થળોમાં સામેલ તાજમહલ 2021-22માં સ્થાનિક પર્યટકો માટે કેન્દ્ર દ્વારા સૌથી સંરક્ષિત એવા સૌથી 10 લોકપ્રિય સ્થળોમાં સામેલ છે, જ્યાં પ્રવેશ માટે ટિકિટ લેવી પડે છે.

‘ઈન્ડિયા ટૂરિઝ્મ સ્ટેટિસ્ટિક્સ 2022’ શીર્ષક સાથેના 280થી પેજનો રિપોર્ટ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડેએ મંગળવારે વિશ્વ પર્યટન દિવસ નિમિત્તે જાહેર કર્યો. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કોવિડ-19 સંલગ્ન પ્રતિબંધોને કારણે ભારતમાં 2021માં વિદેશ પ્રવાસીઓ ઓછા આવ્યા હતા.

2020માં દેશમાં 27.4 લાખ વિદેશી પ્રવાસીઓ આવ્યા હતા, જે સંખ્યા ગત વર્ષે ઘટીને 15.2 લાખ થઈ ગઈ છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ અંતર્ગત આવતા અનેક સ્થળોની મુલાકાતે આવતા પ્રવાસીઓની વિગતો આ રિપોર્ટમાં રજૂ કરાઈ છે.

ભારતમાં આવતા વિદેશી પ્રવાસીઓમાં 15 દેશોના પર્યટકો મુખ્ય છે, જેમ્ અમેરિકા, બાંગ્લાદેશ, યુકે, કેનેડા, નેપાળ, અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, જર્મની, પોર્ટુગલ, ફ્રાન્સ, માલદીવ, શ્રીલંકા, રશિયા, ઈરાક અને નેધરલેન્ડ સામેલ છે. ભારત આવતા વિદેશી પ્રવાસીઓમાં આ 15 દેશોનો હિસ્સો 80.9 ટકા હતો.

LEAVE A REPLY

nineteen + 8 =