પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

મર્ચન્ચ જહાજો માટે દુનિયાના સૌથી વ્યસ્ત ગણાતા હિન્દ મહાસાગરથી લાલ સમુદ્રના માર્ગમાં  માલવાહક જહાજ પર ડ્રોન હુમલા સહિત એક જ સપ્તાહમાં ત્રણ કમર્શિયલ  જહાજો પર હુમલા થતાં ભારતીય નેવીએ અરબ સાગરમાં ત્રણ યુદ્ધ જહાજ તૈનાત કર્યા છે.

ભારતીય નેવીએ કહ્યું કેહિન્દ મહાસાગરથી લાલ સમુદ્ર સુધીના વ્યાવસાયિક માર્ગ પર યુદ્ધજહાજ આઈએનએસ મોરમુગાઓઆઈએનએસ કોચ્ચિ અને આઈએનએસ કોલકાતા સહિત અનેક ગાઈડેડ મિસાઈલ વિધ્વંસક તૈનાત કરવામાં આવ્યા છે.

ભારતીય કોસ્ટગાર્ડે આ માર્ગ પરથી પસાર થતા કમર્શિયલ જહાજોને સુરક્ષા પૂરી પાડવા માટે ક્ષેત્રમાં પેટ્રોલિંગ પણ વધારી દીધું છે. નેવીએ પ્રદેશમાં શંકાસ્પદ જહાજો અથવા ગતિવિધિઓ પર નજર રાખવા માટે મધ્ય અરબ સાગર ક્ષેત્રમાં તેની હાજરી વધુ દ્રઢ કરી છે.  

LEAVE A REPLY

five × two =