અમેરિકાની ચૂંટણીમાં શંકાસ્પદ ભૂમિકા ભજવવાના આરોપનો સામનો કરી રહેલા સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ, ફેસબુક પર હવે ભારતમાં ભાજપના નેતાઓની ‘હેટ સ્પીચ’ યથાવત રાખીને તેના પ્લેટફોર્મનો ચોકકસ કોચ વિરુદ્ધ તરીકે ઉપયોગ થવા દેવાનો આરોપ મુકતા જ જબરી સનસનાટી અને રાજકીય વિવાદ છેડાઈ ગયા છે.

અમેરિકી અખબાર ‘ધ વોલ સ્ટ્રીટ જર્નલ’ એક રીપોર્ટ શુક્રવારે જાહેર કરીને ધડાકો કર્યો હતો કે ફેસબુકના ભારત ખાતેના એકઝીકયુટીવ- મુક પ્રેક્ષક બની રહ્યા હતા અને ફેસબુકની ‘હેટ સ્પીચ’ સામેની જે પોલીસી છે તેનો અમલ કર્યા નહી તથા ભાજપના નેતાઓની હેટ સ્પીચ ચોકકસ નેતાઓની લઘુમતી કોમ વિરુદ્ધની પોષ્ટ યથાવત રાખી હતી. અખબારના આક્ષેપ મુજબ ફેસબુકના ભારત ખાતેના પોલીસી એકઝીકયુટીવ મહીલા અંબીદાસ જેવો ભૂતકાળમાં આરએસએસની વિદ્યાર્થી પાંખ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાથે જોડાયા હતા.

તેઓએ ઈરાદાપૂર્વક આ પોષ્ટ દૂર નહી કરીને ફેસબુકને ધ્વંશ અને વિકારનું માધ્યમ બનવા દીધું હતું. જેમાં મ્યાનમારથી આવેલા રોહીગ્યા મુસ્લીમ શરણાર્થીઓને ગોળીએ દેવા સહીતની પોષ્ય પણ સામેલ હતી અને આ પોષ્ટ મુકનાર તેલંગાણામાં ભાજપના એકમાત્ર ધારાસભ્ય ટી-રાજા સામે તેનું એકાઉન્ટ બ્લોક કરવા પોષ્ટ દૂર કરવા કે પછી તેને ફલેગ કરવા જેવા કોઈ પગલા લીધા નહી.

વાસ્તવમાં આ પ્રકારની પોષ્ટ હટાવવા તો ફેસબુક તો પોલીસી નિર્ણય છે. આવું જ ભાજપના સાંસદ અનંતકુમાર હેગડેની પોષ્ટનું હતું જેઓ વારંવાર આ પ્રકારની પોષ્ટ કરવા માટે સોશ્યલ મીડીયામાં જાણીતા છે. તેમની અનેક પોષ્ટ પણ યથાવત રહેવા દીધી હતી.

આ વિવાદ ચગતા અને ફેસબુક ભારતમાં હેટ સ્પીચને પ્રોત્સાહન આપે છે તે નિશ્ચિત થતા જ બાદમાં વોન ઉઠયા હતા અને ગઈકાલે જ સોશ્યલ મીડીયા પરથી ટી રાજાસિંહ તથા અનંતકુમાર હેગડે આ વિવાદાસ્પદ પોષ્ટ હટાવી લીધી હતી. ફેસબુક પર આરોપ લાગ્યો હતો કે તે હિન્દુઓ અને ભાજપની તરફેણ કરીને ‘બિઝનેસ’ મેળવવા માંગતા હતા.

કંપનીની પબ્લીક પોલીસી ડિરેકટર અંબીદાસે સ્ટાફને સ્પષ્ટ જણાવ્યું હતું કે જો આ પ્રકારની પોષ્ટ હટાવાશે તો તેનાથી કંપનીના બિઝનેસ પર અસર થશે. વિવાદ ચગતા ફેસબુકે ભાજપના આ નેતાઓની વિવાદાસ્પદ પોષ્ટ હટાવી લીધી હતી.