Uproar in Indian Parliament over Rahul Gandhi's statement in London
(ANI Photo/Sansad TV)

ભારતમાં સંસદનું શિયાળુ સત્ર 4 ડિસેમ્બરથી શરૂ થશે અને 22 ડિસેમ્બર સુધી ચાલશે. 19 દિવસના શિયાળુ સત્રમાં કુલ 15 બેઠકો યોજાશે, એમ સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ ગુરુવારે જણાવ્યું હતું.

અદાણી ગ્રૂપ સામે પૈસા લઇને સંસદમાં પ્રશ્ન પૂછવાના કેસમાં ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રા સામેના કેશ-ફોર-ક્વેરીના આરોપો અંગેનો એથિક્સ સમિતિનો અહેવાલ લોકસભામાં આ સત્ર દરમિયાન રજૂ કરવામાં આવશે. સમિતિએ મોઇત્રાની હકાલપટ્ટીની ભલામણ કરી છે, જેનો અમલ થાય તે પહેલા ગૃહે અહેવાલને મંજૂરી આપવી પડશે.

ભારતમાં ફોજદારી કાયદામાં સુધારા કરતાં બિલો પણ રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. શિયાળુ સત્રમાં IPC, CrPC અને એવિડન્સ એક્ટને સ્થાને નવા કાયદા માટેના ત્રણ મુખ્ય બિલની વિચારણા કરવામાં આવે તેવી ધારણા છે. સંસદની સ્થાયી સમિતિએ સ્થાયી સમિતિએ તાજેતરમાં આ બિલ અંગેના ત્રણ અહેવાલો સ્વીકાર્યા હતા. સંસદમાં પેન્ડિંગ અન્ય મુખ્ય બિલ મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોની નિમણૂક સાથે સંબંધિત છે.

મોનસૂન સત્રમાં રજૂ કરાયેલ આ બિલનો વિપક્ષો અને ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનરોના વિરોધ કર્યો હતો. તેથી સરકારે સંસદના વિશેષ સત્રમાં તેને બહાલી માટે પ્રયાસ કર્યો ન હતો. આ નવા બિલમાં મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોને સુપ્રીમ કોર્ટના જજની જગ્યાએ કેબિનેટ સચિવનો દરજ્જો આપવાની જોગવાઈ છે.

LEAVE A REPLY

19 − 10 =