લંડનમાં ભારતીય ને દક્ષિણ એશિયન સમુદાયના લોકોના ઘરમાંથી £1 મિલિયનથી વધારે મૂલ્યના દાગીનાની ચોરી કરનારા સંગઠિત અપરાધ નેટવર્કના ચાર સભ્યોને સંયુક્ત રીતે 17 વર્ષ અને એક મહિનાની જેલની સજા કરાઈ હતી. મેટ્રોપોલિટન પોલીસે સ્નેર્સબ્રુક ક્રાઉન કોર્ટને જણાવ્યુ હતું કે એક સઘન અભિયાન પછી ચોર ટોળકી જેરી ઓડોનેલ (33), બાર્ની મેલોની અને ક્વે એડગર (23 વર્ષ) અને પેટ્રિક વોર્ડ (43)ની ઘરપકડ કરાઇ હતી.

આ ચારેય અપરાધીઓએ પહેલા ઘરફોડ ચોરીના ગુનાની કબુલાત કરી હતી. તેઓ મોટાભાગે લંડનમાં આવેલા દક્ષિણ એશિયન સમુદાયના લોકોને જ નિશાન બનાવતા હતા. મેટ્રોપોલિટન પોલીસ ડિટેક્ટિવ સાર્જન્ટ લી ડેવિસને આ તપાસનું નેતૃત્વ કર્યુ હતું.

પોલીસે ચલાવેલા અભિયાનથી અમે સંગઠિત અપરાધ નેટવર્કનો મહત્ત્વનો હિસ્સો તોડી પાડવામાં સફળ થયા હતા. વિશેષ અધિકારીઓની કામગીરીના પરિણામે હવે આ ગુનેગારો પોતાના જીવનનો મોટો હિસ્સો જેલના સળીયા પાછળ વિતાવશે. ગુનેગારો દ્વારા અંજામ અપાયેલા ગુનાનું નાણાકીય મૂલ્ય બહું મોટું છે ત્યારે તેનું ભાવનાત્મક મૂલ્ય અમૂલ્ય છે. મને આશા છે કે આ ગુનેગારોના કૃત્યોની સમુદાય પર પડેલી અસર વિશે મંથન કરવા પાછળ ઘણો સમય વેડફાશે.

આ ચારેય દોષીઓ પૈકી ત્રણ ચોરને પોલીસે તેઓ ગુનો આચરતા હતા ત્યારે જ રંગે હાથ પકડયા હતા. જુલાઇ 2024માં ઓડોનેલ, મેલોની અને એડગરની ચોરીના દાગીના લઇ જતી વખતે ધરપકડ કરાઇ હતી અને તેમને ગુના સબબ ગયા સપ્તાહે પાંચ વર્ષની સજા ફરમાવાઈ હતી.

LEAVE A REPLY