ન્યૂજર્સીમાં એક એરલાઇન સાથે સંકળાયેલા ભારતીય સહિત ત્રણ શખ્સો કંપનીને કોન્ટ્રાક્ટ અપાવવા બદલ લાંચ લેવાના ષડયંત્રમાં તાજેતરમાં દોષિત ઠર્યા હતા. ન્યૂજર્સીમાં એક એરલાઇનના ભૂતપૂર્વ કોર્પોરેટ રીઅલ એસ્ટેટ ડાયરેક્ટર, એરલાઇનના ભૂતપૂર્વ સીનિયર મેનેજર અને એરલાઇન ભૂતપૂર્વ કોન્ટ્રાક્ટરે એક કંપનીને એરલાઇન પાસેથી કોન્ટ્રાક્ટ મેળવવામાં મદદ કરવાના બદલામાં તેની પાસેથી લાંચ લીધી હોવાનું સ્વીકાર્યું હતું. આ અંગેની જાહેરાત યુએસ એટર્ની ફિલિપ આર. સેલિંગરે 30 નવેમ્બરે જાહેરાત કરી હતી.

ન્યૂજર્સીમાં મોન્ટક્લેયરના 45 વર્ષીય રહેવાસી આલોક સક્સેના, બર્લિંગ્ટનના 44 વર્ષીય રહેવાસી એન્થની રોસાલ્લી અને સ્પ્રિંગફીલ્ડના 48 વર્ષીય લવેલ્લા રોગને ટ્રેન્ટનની ફેડરલ કોર્ટમાં યુએસ ડિસ્ટ્રિક્ટ જજ ઝાહિદ એન. કુરૈશી સમક્ષ લાંચ લેવા બદલ દોષિત ઠર્યા હતા. તેમની સામે છેતરપિંડી કરવાના ષડયંત્રનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ આરોપીને વધુમાં વધુ 20 વર્ષની જેલની સજા અને 250,000 ડોલર સુધીનો દંડ થઈ શકે છે. આલોક સક્સેનાને આવતા વર્ષે 17 એપ્રિલના રોજ અને રોસાલ્લી તેમજ રોગનને 18 એપ્રિલના રોજ સજા જાહેર કરવામાં આવશે.
રોસાલ્લી, સક્સેના અને રોગન તમામ એક એરલાઇનમાં સાથે કામ કરતા હતા. તેમણે વિવિધ કંપનીઓને જણાવ્યું હતું કે, તેમને નેવાર્ક લિબર્ટી ઇન્ટરનેશનલ એરપોર્ટ (નેવાર્ક એરપોર્ટ) પર તેઓ ચોક્કસ પ્રકારના કોન્ટ્રાક્ટ અપાવશે. આ ત્રણેયે કંપનીઓને કોન્ટ્રાક્ટ અપાવીને તેમની પાસેથી લાંચ મેળવવાનું ષડયંત્ર રચ્યું હતું.
કંપનીએ તેમને લાંચરૂપે ઇલેકટ્રોનિક્સ અને ઘરેણા જેવી કિંમતી વસ્તુઓ આપી હતી. જેમાં સક્સેનાને અંદાજે 539,000 ડોલર, અંદાજે રોસાલ્લીને 276,000 ડોલર અને રોગનને લગભગ 409,000 ડોલરની લાંચ આપી હતી.

LEAVE A REPLY

fourteen − 1 =