(Photo by SUJIT JAISWAL/AFP via Getty Images)

ટાઇગર શ્રોફે યુવાનોમાં પોતાનું અનોખું સ્થાન જમાવ્યું છે. તે એક્શન દૃશ્યો માટે યુવાનોમાં લોકપ્રિય બન્યો છે. તેણે હવે વધુ એક ટેલેન્ટ દ્વારા લોકોનું દિલ જીતવાનો પ્રયાસ કર્યો છે. જેકી ભગનાનીની સાથે ટાઇગર વંદે માતરમ અંગેના ગીતનો ગાયક બન્યો છે, આ ગીતનું દિગ્દર્શન રેમોએ કર્યું છે.

આ ગીતનું મોશન પોસ્ટર ટાઇગરે સોશિયલ મીડિયાના પોતાના એકાઉન્ટ પર પોસ્ટ કર્યું છે. જેમાં તેણે લખ્યું છે કે, મેં પ્રથમવાર આ રીતે ગીત ગાવાનો પ્રયાસ કર્યો છે. રોમાંચ અને ગભરામણ સાથે હું તમારા બધા સાથે મારું ગીત વંદે માતરમ્.. પોસ્ટ કરી રહ્યો છું. આ એક ફક્ત ગીત નથી, પરંતુ એક લાગણી છે, જે સ્વતંત્ર ભારતનો ઉત્સવ ઊજવે છે. એક વિશેષ ગીત છે જેને શેર કરવા માટે હું બહુ ઉત્સુક છું.

ટાઇગરનું હિન્દીમાં આ પ્રથમ ગીત છે. જોકે અગાઉ તેણે બે અંગ્રેજી ગીત, કેસાનોવા અને અનબિલીબલથી પોતાના પ્રશંસકોના દિલ જીત્યા છે. જેકી ભગનાનીએ પણ ટાઇગરના મોશન પોસ્ટરને શેર કર્યું છે. ટાઇગરે બહુ જ સુંદર રીતે આ ગીત ગાયું છે.